________________
દેવાયુનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોવાથી ૨૪મો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે.
* દેવો ચાલુભવનું આયુષ્ય છમાસ બાકી રહે ત્યારે તિર્યંચા, કે મનુષ્યાયુને બાંધવાની શરૂઆત કરે છે. તે વખતે જે દેવ તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુદેવાયુની સત્તા હોય છે, તે ૨૫મો ભાંગો થયો. અને જે દેવ મનુષ્ઠાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, દેવાયુનો ઉદય, મનુષ્યાયુ-દેવાયુની સત્તા હોય છે, તે ર૬મો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
તિર્યંચાયુનો બંધ બીજા ગુણઠાણા સુધી હોવાથી ૨૫મો ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે અને મનુષ્યાયુનો બંધ ૩જા વિના ૧ થી ૪ ગુણઠાણા સુધી હોવાથી ૨૬મો ભાંગો ૧/ર/જ ગુણઠાણા સુધી જ હોય છે.
* દેવોને તિર્યંચાયુ કે મનુષ્યાયુનો બંધ પૂર્ણ થયા પછી આયુનો અબંધ, દેવાયુનો ઉદય, તિર્યંચાયુદેવાયુની સત્તા હોય છે, તે ૨૭મી ભાંગો થયો અને આયુનો અબંધ, દેવાયુનો ઉદય, મનુષ્યાયુ-દેવાયુની સત્તા હોય છે, તે ૨૮મો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્તન્યૂન છમાસ છે.
દેવો તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધ્યા પછી ૪થા ગુણઠાણા સુધી જઈ શકે છે એટલે ૨૭મો/૨૮મો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. એ રીતે, દેવોને પરભવાયુના બંધ પહેલાનો ૧ ભાગો થાય છે.
પરભવાયુને બાંધતી વખતે ૨ ભાંગા થાય છે. પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછીના ૨ ભાંગા થાય છે. એટલે દેવની અપેક્ષાએ આયુષ્યના કુલ ૫ ભાંગા થાય છે.
૬૦