________________
નથી અને સમ્યગ્દષ્ટિ તિર્યંચો દેવાયુને જ બાંધે છે. મનુષ્યાયુને બાંધતા નથી. એટલે ૮મો-૯મો ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે અને તિર્યંચો દેવાયુનો બંધ ૩જા વિના ૧ થી ૫ ગુણઠાણા સુધી કરે છે. એટલે ૧૦મો ભાંગો ૧/૨/૪/૫ ગુણઠાણા સુધી હોય છે.
* તિર્યંચોને પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછી જે તિર્યંચે નરકાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, નરકાયુતિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૧મો ભાંગો થયો. જે તિર્યંચે તિર્યંચાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૨મો ભાંગો થયો. જે તિર્યંચે મનુષ્યાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, મનુષ્યાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૩મો ભાંગો થયો અને જે તિર્યંચે દેવાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, દેવાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે. તે ૧૪મો ભાંગો થયો.
આ ચારે ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂનપૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ છે.
તિર્યંચો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્ય બાંધ્યા પછી પમા ગુણઠાણા સુધી જઈ શકે છે. એટલે આ ૪ ભાંગા ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે.
એ રીતે, તિર્યંચોને પરભવાયુના બંધ પહેલાનો ૧ ભાંગો થાય છે. પરભવાયુને બાંધતી વખતે ૪ ભાંગા થાય છે. પરભવાયુના બંધ પછીના ૪ ભાંગા થાય છે. એટલે તિર્યંચની અપેક્ષાએ આયુષ્યકર્મના કુલ ૯ ભાંગા થાય છે.
(૧૨)યુગલિક તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે યુગલિક તિર્યંચની અપેક્ષાએ ૧૪મા ભાંગાનો કાળ અને યુગલિક મનુષ્યની અપેક્ષાએ ૨૩મા ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત ન્યૂન છ માસ છે. મતાંતરે અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો
ભાગ છે.
૫૬