________________
* તિર્યંચો પોતાના ચાલુભવનું આયુષ્ય જઘન્યથી અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુને બાંધે છે એટલે તિર્યંચોને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષના ૩ ભાગ સુધી આયુષ્યનો અબંધ હોય છે તે વખતે તિર્યંચોને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુની સત્તા હોય છે એ ૬ઠ્ઠો ભાગો થયો. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડવર્ષનો ૩ ભાગ છે.
તિર્યંચાયુનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે તેથી ૬ઠ્ઠો ભાંગો ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે.
* તિર્યંચો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યને બાંધી શકે છે એટલે જે તિર્યંચ, નરકાયુને બાંધતો હોય, તેને નરકાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, નરકાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૭મો ભાંગી થયો. જે તિર્યંચ, તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૮મો ભાંગ થયો. જે તિર્યંચ, મનુષ્યાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, મનુષ્યાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે મો ભાંગો થયો અને જે તિર્યંચ, દેવાયુને બાંધતો હોય, તેને દેવાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, દેવાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૦મો ભાંગો થયો. આ ચારે ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
નરકા, ૧લા ગુણઠાણે જ બંધાય છે. તેથી ૭મો ભાંગી ૧લા ગુણઠાણા સુધી જ હોય છે. તિર્યંચો તિર્યંચાયુ અને મનુષ્યાયને બીજા ગુણઠાણા સુધી જ બાંધી શકે છે. કારણ કે ૩જા ગુણઠાણે આયુષ્ય બંધાતું
(૧૧)યુગલિક તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ છે એટલે યુગલિક તિર્યંચ
મનુષ્યની અપેક્ષાએ ૬ઠ્ઠા ભાંગાનો અને ૧૫મા ભાંગાનો કાળ છમાસચૂન ૩ પલ્યોપમ છે. કેટલાક આચાર્ય ભગવંતના મતે યુગલિકો પોતાનું આયુષ્ય પલ્યોનો અસંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે પરભવાયુને બાંધે છે. એટલે મતાંતરે ૬ઢા અને ૧૫મા ભાંગાનો કાળ પલ્યો નો અસંવભાગ ન્યૂન ૩ પલ્યોપમ છે.
૫૫