________________
ક
દર્શનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિનો સંવેધ - बीआवरणे नवबंधएसु चउपंचउदय नवसंता । छच्चउबंधे चेवं चउबंधुदए छलंसा य ॥ ९ ॥ उवरयबंधे चउपण, नवंस चउरुदय छच्चचउसंता । वेअणिआउयगोए, विभज मोहं परं वुच्छं ॥ १० ॥
ગાથાર્થ દર્શનાવરણીયકર્મમાં નવ પ્રકૃતિનો બંધ હોય ત્યારે ચાર અથવા પાંચ પ્રકૃતિનો ઉદય અને નવપ્રકૃતિની સત્તા હોય છે. એ જ પ્રમાણે, છ પ્રકૃતિનો બંધ અને ૪ પ્રકૃતિનો બંધ હોય ત્યારે ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે તથા ૪નો બંધ અને ૪નો ઉદય હોય ત્યારે છની સત્તા હોય છે.
બંધવિચ્છેદ થયા પછી ૪ પ્રકૃતિનો ઉદય અથવા ૫ પ્રકૃતિનો ઉદય હોય ત્યારે નવ પ્રકૃતિની સત્તા હોય છે, તથા ૪ પ્રકૃતિનો ઉદય હોય ત્યારે ૬ની સત્તા અને ૪ની સત્તા હોય છે. હવે વેદનીયઆયુષ્ય-ગોત્રકર્મની ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહીને, પછી મોહનીયની ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહીશું.
વિવેચન - દર્શનાવરણીયકર્મમાં બીજાગુણઠાણા સુધી ૯ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે પહેલો ભાગો થયો અને ૯ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે બીજો ભાંગો થયો.
25 : " ૩જા થી ૮મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૬ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે ત્રીજો ભાગો થયો. અને ૬ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે તે ચોથો ભાંગો થયો. . .
* ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠણાના બીજા ભાગથી ભા ગુણઠાણાના ૧લા ભાગ સુધી અને ઉપશમશ્રેણીમાં ૮માં ગુણઠાણાના
૪