________________
બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે પાંચમો ભાંગો થયો. અને ઉપશમશ્રેણીમાં ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય
છે તે ૬ઠ્ઠો ભાંગો થયો.
3_2
* ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના ૧લા ભાગના અંતે થીણદ્વિત્રિકનો સત્તાવિચ્છેદ થવાથી ૯મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૭મો ભાંગો થયો અને ક્ષપકશ્રેણીમાં કર્મસ્તવકાર ભગવંતે નિદ્રાનો ઉદય માનેલો હોવાથી ૯માના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૮મો ભાંગો થયો. આ ભાંગો કર્મસ્તવકાર ભગવંતનાં મતે સમજવો.
* ૧૧મા ગુણઠાણે અબંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૯મો ભાંગો થયો અને અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે તે ૧૦મો ભાંગો થયો.
* ક્ષપકશ્રેણીમાં ૧૨મા ગુણઠાણાના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી અબંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે તે ૧૧મો ભાંગો થયો, અને કર્મસ્તવકાર ભગવંતે ૧૨માના દ્વિચરમ સમય સુધી નિદ્રાનો ઉદય માનેલો હોવાથી, અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે તે ૧૨માં ભાંગો થયો. આ ભાંગો કર્મસ્તવકાર ભગવંતનાં મતે સમજવો.
* ૧૨મા ગુણઠાણાના ચરમસમયે અબંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૪ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૧૩મો ભાંગો થયો.
એ રીતે, કર્મસ્તવના મતે દર્શનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિના કુલ-૧૩ ભાંગા થાય છે તેના પેટાભાંગા-૨૫ થાય છે. અને ૧૩
૪૧