________________
બંધસ્થાનનો કાળઃ
- દર્શનાવરણીયની ૯ પ્રકૃતિનું બંધસ્થાન બીજાગુણઠાણા સુધી જ હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને સમ્યક્તથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. સાદિ-સાંત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપગલપરાવર્ત છે.
| દર્શનાવરણીયની ૬ પ્રકૃતિનું બંધસ્થાન ૩જા થી ૮મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી જ હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ હોય છે. કારણ કે કોઈક જીવ અંતર્મુહૂર્તમાં જ સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવી જાય છે. એટલે ૬ના બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ક્ષયોપશમસમ્યક્તનો કાળ સાધિક ૬૬ સાગરોપમ છે. એટલે જે જીવ સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યકત્વમાં રહ્યાં પછી અંતર્મુહૂર્ત મિશ્રદષ્ટિ થઈને ફરીથી સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યકત્વમાં રહે છે તે જીવને ૬નું બંધસ્થાન ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ + સાધિક ૬૬ = સાધિક ૧૩૨ સાગરોપમ હોય છે. | દર્શનાવરણીયની-૪ પ્રકૃતિનું બંધસ્થાન ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી જ હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે કોઈક જીવ ઉપશમશ્રેણીમાં અપૂર્વકરણના બીજા ભાગના પ્રથમ સમયે ૪નો બંધ કરીને, બીજા સમયે ભવક્ષયથી પતન થવાથી દેવલોકમાં ઉત્પન્ન થઈને, ૬નો બંધ કરે છે તે જીવને ૪નું બંધસ્થાન જઘન્યથી ૧ સમય હોય છે અથવા કોઈક ઉપશમશ્રેણીથી પડીને ૧૦મા ગુણઠાણાના પ્રથમ સમયે ૪નો બંધ કરીને બીજા સમયે ભવક્ષયથી પડીને દેવલોકમાં ઉત્પન્ન થઈને, ૬નો બંધ કરે છે. તેને ૪નું બંધસ્થાન જઘન્યથી ૧ સમય હોય છે અને
39