________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ ઉપયોગની=જીવના ઉપયોગની, અનાકારતા અને સાકારતા સામાન્ય વિશેષ ગ્રાહકતા જ શાસ્ત્રમાં તે તે સ્થાને કહેવાઈ છે. ઉપયોગની અનાકારતાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
જે બોધમાં ગ્રાહ્યનો આકાર અવિદ્યમાન હોય=ગ્રાહ્યનો ભેદ અવિદ્યમાન હોય, તે અનાકાર દર્શન કહેવાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે પર્યાયને જોનારી દૃષ્ટિથી જેમ ભેદ દેખાય છે તેમ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી ભેદ દેખાતો નથી, પરંતુ ભેદ રહિત વસ્તુના સામાન્ય સ્વરૂપનો બોધ થાય છે માટે તે બોધને દર્શન કહેવાય છે. ગ્રાહ્યના ભેદરૂપ આકારથી સહિત જે ગ્રાહક એવો બોધ વર્તે છે તે સાકાર હોવાથી જ્ઞાન કહેવાય છે. તેથી પદાર્થમાં રહેલા પર્યાયને જોવાની દૃષ્ટિથી તે તે પર્યાયથી તે વસ્તુ અન્ય કરતા ભિન્ન જણાય છે, માટે તે પ્રકારના બોધને જ્ઞાન કહેવાય છે. આ સાકાર નિરાકાર ઉપયોગમાંથી કોઈ પણ એક ઉપયોગ વર્તતો હોય ત્યારે ઇતર ઉપયોગ ઉપસર્જનરૂપે હોય ત્યારે તે ઉપયોગ પ્રમાણ બને છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયોથી કે મનથી જે સામાન્ય ગ્રહણ થાય તે નિરાકાર ઉપયોગરૂપ હોય અને તે નિરાકાર ઉપયોગ ઉત્તરના સાકાર ઉપયોગનું કારણ બને તેવો હોય તો તે નિરાકાર ઉપયોગ સાકાર ઉપયોગ સાથે ગૌણરૂપે સંબંધી છે માટે તે બોધ પ્રમાણ છે. જે સામાન્ય બોધ ઉત્તરના વિશેષ બોધ પ્રત્યે કારણ ન હોય અથવા તો ઉત્તરનો વિશેષ બોધ જે પ્રકારે શાસ્ત્રને સંમત હોય તે પ્રકારના અર્થને પ્રાપ્ત કરે તેવો ન હોય તો તે પૂર્વનો સામાન્ય બોધ ઉત્તરના વિશેષ બોધ સાથે કારણભાવરૂપે સંબદ્ધ નથી, માટે તે નિરાકારરૂપ સામાન્ય બોધ પ્રમાણ બને નહીં.
વળી ઉત્તરનો વિશેષ બોધ પણ પૂર્વના સામાન્ય બોધને અનુરૂપ ન હોય તો તે વિશેષ બોધમાં પૂર્વનો સામાન્ય બોધ ગૌણરૂપે સંબંધી નથી માટે તે વિશેષ બોધ પ્રમાણ બને નહીં. આથી જ પૂર્વનો સામાન્ય બોધ અન્ય પ્રકારે હોય અને ઉત્તરનો વિશેષ બોધ તેને અનુરૂપ ન હોય તો તે ઉત્તરનો બોધ મિથ્યાજ્ઞાન બને છે. જેમ દૂરવર્તી વૃક્ષને જોઈને આ વૃક્ષ છે કે પુરુષ છે ? તેનો નિર્ણય ન થાય તોપણ વૃક્ષ અને પુરુષ ઉભય અંતર્ગત જે સામાન્યભાવ છે તેવો સામાન્યભાવ ચક્ષુથી ગ્રહણ થાય છે, ત્યારપછી તેનો વિશેષ નિર્ણય થાય કે આ પુરુષ છે અને પુરોવર્સી પદાર્થ વૃક્ષ હોય ત્યારે તે પુરુષરૂપ વિશેષ બોધ પૂર્વના સામાન્ય સાથે સમ્યક રીતે સંબદ્ધ નથી, તેથી તે પુરુષનો બોધ પ્રમાણ કહેવાય નહીં.
આ રીતે શ્રુતના વચનથી કે ઇન્દ્રિયોથી પ્રથમ જે સામાન્ય ગ્રહણ થાય અને તેનાથી ઉત્તર ઉત્તરનો બોધ યથાર્થ થાય તો પૂર્વ પૂર્વના સામાન્ય બોધમાં ઉત્તર ઉત્તરનો વિશેષ બોધ ગૌણરૂપે છે અને ઉત્તર ઉત્તરના વિશેષ બોધમાં પૂર્વ પૂર્વનો સામાન્ય બોધ ગણરૂપે છે. આવો સાકાર-નિરાકાર ઉપયોગ પોતાના વિષયને યથાર્થ પ્રવર્તક હોવાના કારણે પ્રમાણભૂત છે, અને તેવા પ્રામાણિક જ્ઞાનથી સમ્યફ પ્રવૃત્તિ થાય છે, જેથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આ કથનથી જેઓ એકાંત સાકાર ઉપયોગને કે એકાંત નિસકાર ઉપયોગને પ્રમાણ માને છે તેનો નિરાસ થાય છે; કેમ કે તેવા પ્રકારના વસ્તુના સ્વરૂપાત્મક વિષયનો અભાવ છે, માટે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org