________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૬
GE
ગાથાર્થ :
સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શનાનો વિષય દ્વાદશાંગી વાક્યાત્મક સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શન પ્રયોજિકા બુદ્ધિનું આલંબન, પ્રજ્ઞાપનીય ભાવો છે. વળી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનો વિષય અન્યોન્ય વિલક્ષણભાવો છે. ll૨/૧૬ll ભાવાર્થ :
શ્રુતજ્ઞાનનો વિષય પ્રજ્ઞાપનીય ભાવો છે, અપ્રજ્ઞાપનીય ભાવો નથી તેમ બતાવીને શ્રુતજ્ઞાનની અસર્વવિષયતા બતાવી. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ છે તેમ બતાવીને અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાનની અસર્વવિષયતા બતાવી. વળી શાસ્ત્રમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો વિષય તુલ્ય કહ્યો છે. માટે અર્થથી મતિજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે તેમ પ્રાપ્ત થાય. આમ, મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો અસર્વવિષયવાળા છે એમ બતાવીને છદ્મસ્થના જ્ઞાનના દૃષ્ટાંતથી કેવલીના કેવલજ્ઞાન-કેવલદર્શનને ક્રમઉપયોગવાળા સ્વીકારીને જેઓ કેવલીને સાદિઅપર્યવસિત આદિ સ્થાપન કરે છે તેમના દષ્ટાંતના વિષયભૂત છદ્મસ્થનું જ્ઞાન અસર્વવિષયવાળું છે તેનું ભાવન પ્રસ્તુત ગાથામાં છે. આ દૃષ્ટાંતના ભાવનના બલથી કેવલીમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર કે યુગપદ્ ઉપયોગ થઈ શકે નહીં તેની સિદ્ધિ ગ્રંથકારશ્રી આગળના ગાળામાં કરશે એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો અવતરણિકા સાથે સંબંધ છે. ટીકા :
मतिश्रुतयोरसर्वपर्यायसर्वद्रव्यविषयतयाऽभिन्नार्थत्वे श्रुतस्यासर्वार्थग्रहणात्मकत्वभावनया मतिरपि तथा भावितैवेति श्रुतज्ञानस्यैव गाथायामसर्वार्थत्वभावना प्रदर्शिता । प्रज्ञापनीयाः शब्दाभिलाप्या भावा द्रव्यादयः समस्तश्रुतज्ञानस्य द्वादशाङ्गवाक्यात्मकस्य दर्शनाया दर्शनप्रयोजिकायास्तद्वाक्योपजाताया बुद्धेविषयः=आलम्बनम्, मतेरपि त एव शब्दानभिधेया विषयः, शब्दपरिकर्मणानपेक्षस्य ज्ञानस्य यथोक्तभावविषयस्य मतित्वात् । अवधिमनःपर्याययोः पुनरन्योन्यविलक्षणा भावा विषयः, अवधेः पुद्गलाः मनःपर्यायज्ञानस्य मन्यमानानि द्रव्यमनांसि विषयः इति असर्वार्थान्येतानि मत्यादिज्ञानानि परस्परविलक्षणविषयाणि च अत एव भिन्नोपयोगरूपाणि ।।२/१६।। ટીકા :
મંતિકૃતવો ... મિત્રોપવો પણ મતિજ્ઞાનનું અને શ્રુતજ્ઞાનનું અસર્વ પર્યાય અને સર્વ દ્રવ્ય વિષયપણું હોવાથી અભિવાર્થપણું હોતે છતે, શ્રુતજ્ઞાનના અસવર્થ ગ્રહણાત્મક ભાવનાથી=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં મૃતની અસર્વાર્થ ગ્રહણાત્મકત્વની ભાવનાથી, મતિજ્ઞાન પણ તે પ્રકારે ભાવિત જ છે. એથી ગાથામાં=પ્રસ્તુત ગાથામાં, શ્રુતજ્ઞાનની જ અસવર્થત્વની ભાવના બતાવાઈ છે. પ્રસ્તુત ગાથાનો અર્થ કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org