Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 128
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ૧૦૯ ગાથાર્થ : જે કારણથી અસ્પષ્ટ ભાવોને કેવલી નિયમથી જાણે છે અને જુએ છે, તે કારણથી તે=કેવળના અવબોધરૂપ તે, જ્ઞાન અને દર્શન અવિશેષથી અભેદથી, સિદ્ધ છે. ર/૩૦| ટીકા - यतोऽस्पृष्टान् भावानियमेनावश्यंतया केवली चक्षुष्मानिव पुरःस्थितं चक्षुषा पश्यति जानाति चोभयप्राधान्येन, तस्मात् तत् केवलावबोधस्वरूपं ज्ञानमप्युच्यते दर्शनमप्यविशेषत, उभयाभिधाननिमित्तस्याविशेषात् न पुनर्ज्ञानमेव सदविशेषतोऽभेदतो दर्शनमिति सिद्धम्, यतो न ज्ञानमात्रमेव तत् नापि दर्शनमानं केवलम्, नाप्युभयाक्रमरूपं परस्परविविक्तम् नापि क्रमस्वभावम् अपि तु ज्ञानदर्शनात्मकमेकं प्रमाणमन्यथोक्तवत् तदभावप्रसङ्गात् । ટીકાર્ચ - યતોડપૃષ્ટા .... તમાવપ્રસાત્િ ા જે કારણથી જેમ આગળ રહેલા ભાવોને ચક્ષુષ્ઠાન ચક્ષુથી જુએ છે, તેમ કેવલી અસ્પષ્ટ ભાવોને નિયમથી=અવશ્યપણાથી, જુએ છે અને જાણે છે; કેમ કે ઉભયનું પ્રધાનપણું છે=જોવાનું અને જાણવાનું બન્નેનું પ્રધાનપણું છે. તે કારણથી તે=કેવલ અવબોધરૂપ તે, જ્ઞાન પણ કહેવાય છે, દર્શન પણ અવિશેષથી કહેવાય છે, કેમ જ્ઞાન પણ, દર્શન પણ, અવિશેષથી કહેવાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઉભય અભિધાનના નિમિતનું જ્ઞાનદર્શન-ઉભય અભિધાનના નિમિત્તનું, અવિશેષ હોવાથી જ્ઞાન જ=કેવળજ્ઞાત જ, છતું સિદ્ધ નથી પરંતુ અવિશેષથી=અભેદથી દર્શન-એ પ્રમાણે સિદ્ધ છે. જે કારણથી જ્ઞાનમાત્ર જ તે નથી=કેવલીનો અવબોધ નથી. વળી, દર્શનમાત્ર કેવળ નથી. વળી, ઉભય અક્રમરૂપ પરસ્પર વિવિક્ત નથી. વળી, ક્રમસ્વભાવ નથી પરંતુ જ્ઞાનદર્શનાત્મક એક પ્રમાણ છે; કેમ કે અન્યથા=જો કેવલ ઉપયોગને જ્ઞાનદર્શનાત્મક ન માનવામાં આવે તો, ઉક્તની જેમ=પૂર્વમાં બતાવ્યાની જેમ, તેના અભાવનો પ્રસંગ આવે=જ્ઞાનદર્શન બંનેના અભાવનો પ્રસંગ આવે. ભાવાર્થ : - ગાથા-૨પમાં કહેલ કે અસ્પૃષ્ટ અર્થમાં ચક્ષુથી જે બોધ થાય છે તે ચક્ષુદર્શન છે, તેમ કેવલી પણ અસ્પષ્ટ ભાવોને નિયમથી જાણે છે અને જુએ છે. તેથી “જુએ છે' એ અપેક્ષાએ કેવલીનું જ્ઞાન દર્શન છે અને જાણે છે' એ અપેક્ષાએ કેવલીનું જ્ઞાન જ્ઞાન છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. વસ્તુતઃ ચક્ષુવાળો પુરુષ જેમ ચક્ષુથી અસ્પષ્ટ ભાવોને જુએ છે, તે દર્શન છે તેમ અસ્પષ્ટ ભાવો કેવલી જુએ છે તે દર્શન છે તેમ કહેવું જોઈએ. તેના બદલે ગ્રંથકારશ્રીએ કહ્યું કે જુએ છે અને જાણે છે માટે દર્શન પણ છે અને જ્ઞાન પણ છે તેવો અર્થ પ્રાપ્ત કઈ રીતે થાય ? તેથી ટીકાકારશ્રી ખુલાસો કરે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168