Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 138
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૧ અન્વયાર્થ : i=આ રીતે=ગાથા-૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે તે જ્ઞાનદર્શન અવિશેષથી સિદ્ધ થયું એ રીતે, વો વિ તે=બન્ને પણ તે=જ્ઞાનદર્શન બન્ને પણ તે (એક સાથે એકરૂપ હોય તો), સારૂં અપન્નવસિયં તિ=‘સાદિ અપર્યવસિત' છે. એ પ્રમાણેનો, સપ્તમવો વફ્=સ્વસિદ્ધાંત ઘટે છે, ચ=અને, સમવંતરુપ્પાઓ=‘એક સમયના આંતરે ઉત્પાદ', પરતિત્યિયવત્તભ્રં=પરતીર્થિકનું વક્તવ્ય છે. ૨/૩૧।। * ‘સસમયો’માં ‘સસમય'ની વિભક્તિનો લોપ છે અને ‘ઓ’ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થઃ આ રીતે=ગાથા-૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે તે જ્ઞાનદર્શન અવિશેષથી સિદ્ધ થયું એ રીતે બન્ને પણ તે=જ્ઞાનદર્શન બન્ને પણ તે, એક સાથે એકરૂપ હોય તો ‘સાદિ અપર્યવસિત’ એ પ્રમાણેનો સ્વસિદ્ધાંત ઘટે છે અને ‘એક સમયના આંતરે ઉત્પાદ' પરતીર્થિકનું વક્તવ્ય છે. II૨/૩૧ ટીકા ઃ ૧૧૯ द्वे अपि ते ज्ञानदर्शने यदि युगपद् न नाना भवतस्तदा स्वसमयः स्वसिद्धान्तः 'साद्यपर्यवसिते' इति घटते यस्त्वेकसमयान्तरोत्पादस्तयोः 'यदा जानाति तदा न पश्यति' इत्येवमभिधीयते स परतीर्थिकशास्त्रं नार्हद्वचनम् नयाभिप्रायेण प्रवृत्तत्वादिति सूरेरभिप्रायः । । २ / ३१ ।। ટીકાર્ય : अपि સૂરેમિપ્રાવ: ।। બન્ને પણ તે=જ્ઞાનદર્શન, જો યુગપદ્ નાના ન હોય=અક્રમવર્તી અને પરસ્પર ભિન્ન ન હોય તો, ‘સાદિ અપર્યવસિત છે’=‘જ્ઞાનદર્શન સાદિ અપર્યવસિત છે' એ પ્રકારનો સ્વસિદ્ધાંત ઘટે છે. વળી, ‘તે બેનો-કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો, જે એક સમયાંતર ઉત્પાદ છે’=‘જ્યારે જાણે છે ત્યારે જોતા નથી' એ રૂપ એકસમયાંતરનો ઉત્પાદ છે, એ પ્રમાણે કહેવાય છે, તે પરતીર્થિક શાસ્ત્ર છે, અરિહંતનું વચન નથી; કેમ કે નય અભિપ્રાયથી પ્રવૃત્તપણું છે. એ પ્રકારનો સૂરિજીનો અભિપ્રાય છે. ।।૨/૩૧।। ભાવાર્થ: ***** ગાથા-૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે, કેવળજ્ઞાન-કેવલદર્શન અવિશેષથી સિદ્ધ છે એ રીતે જો કેવળજ્ઞાનકેવળદર્શન યુગપદ્ હોય અર્થાત્ ક્રમિક ન હોય અને પરસ્પર ભિન્ન ન હોય, પરંતુ ક્રયાત્મક એક હોય તો, શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન-કેવળદર્શન સાદિ અપર્યવસિત કહેલ છે તે ઘટે છે; કેમ કે જો કેવળજ્ઞાનકેવળદર્શન ક્રમિક હોય તો તે બંનેને સાદિ-સાંત માનવા પડે અને એક સમયાંતરનો કેવળજ્ઞાન-કેવળદર્શનનો જો ઉત્પાદ સ્વીકારવામાં આવે તો સાદિ અપર્યવસિત સિદ્ધાંત ઘટે નહીં અને તે વચન પરતીર્થિકનું વચન છે; કેમ કે નય અભિપ્રાયથી પ્રવૃત્ત છે માટે સર્વજ્ઞનું વચન નથી; કેમ કે સર્વજ્ઞનું વચન પ્રમાણ અભિપ્રાયથી પ્રવૃત્ત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168