Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 154
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૪૦ ૧૩૫ અનેકાંતવાદ પક્ષમાં સંશય, વિરોધનું, વૈયધિકરણ્યનું, અનવસ્થાનું અને ઉભયપક્ષના દોષાદિનું પૂર્વમાં જ તિરસ્તપણું છે. ll૨/૪ ભાવાર્થ : જે પ્રમાણે સર્વ આયુષ્યને આશ્રયીને “કોઈ પુરુષ સાંઈઠ વર્ષનો હોય તે પુરુષ જ્યારે ત્રીસ વર્ષનો થાય ત્યારે રાજા થયો” એ કથનમાં “સાંઈઠ વર્ષનો થયો' અને “ત્રીસ વર્ષનો રાજા થયો.” એ બન્ને પ્રયોગમાં જાત' શબ્દપ્રયોગ કરાયો છે. તેથી મનુષ્યસામાન્યમાં પણ “જાત' શબ્દપ્રયોગ થયો અને રાજામાં પણ જાત' શબ્દનો પ્રયોગ થયો. તે શબ્દ તે પુરુષના વર્ષના વિભાગને બતાવે છે અર્થાત્ “આ પુરુષ સામાન્ય રીતે સાંઈઠ વર્ષના આયુષ્યવાળો થયો. વળી ત્રીસ વર્ષનો રાજારૂપે થયો.” એ પ્રકારના વર્ષના વિભાગને “જાત” શબ્દ=“થયો” શબ્દ બતાવે છે. આ કથનથી અનેકાંતવાદની સિદ્ધિ થાય છે અને તેનાથી ફલિત થાય છે કે જેમ તે પુરુષનો રાજાપર્યાય એ પુરુષની સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદરૂપ છે તેમ પુરુષસ્થાનીય જીવ, રાજસ્થાનીય કેવળજ્ઞાન પર્યાય પણ કથંચિ ભેદ અને કથંચિ અભેદરૂપ છે. પરંતુ જેમ ગાથા-૩૭, ૩૮માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે જીવ અન્ય છે અને કેવળજ્ઞાન અન્ય છે, તે એકાંતપક્ષનું પ્રસ્તુત દૃષ્ટાંતથી નિરાકરણ થાય છે, તેથી અનેકાંતાત્મક સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ છે. કઈ રીતે ગાથાના કથનથી પુરુષ અને રાજાપર્યાયની વચ્ચે ભેદભેદની સિદ્ધિ છે? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – સાંઈઠ વર્ષવાળો પુરુષસામાન્યનો આ રાજાપર્યાય થયો” એમ કહેવાથી પુરુષ સાથે રાજાનો અભેદ અધ્યાસ થયો અને તે અભેદઅધ્યાસથી યુક્ત રાજાપર્યાયના ભેદાત્મકતાની પ્રાપ્તિ થઈ; કેમ કે પુરુષ જ રાજા થયો તેમ કહેવાથી અભેદની પ્રાપ્તિ થઈ. છતાં તે પુરુષ પૂર્વે રાજા ન હતો, હવે રાજા થયો. તેમ પ્રાપ્ત થવાથી ભેદની પ્રાપ્તિ થઈ માટે અભેદથી યુક્ત ભેદાત્મકની પ્રાપ્તિ થવાથી ભેદાભદાત્મક રૂપ અનેકાંતની સિદ્ધિ થાય છે. વળી, રાજાપર્યાયસ્વરૂપે આ પુરુષ થયો અર્થાત્ પૂર્વમાં જે પુરુષ રાજાપર્યાયરૂપે ન હતો, તે પુરુષ હમણાં રાજાપર્યાયરૂપે થયો.” એ કથનમાં પૂર્વના પુરુષ કરતા રાજાપર્યાયનો ભેદ વ્યક્ત થાય છે અને પૂર્વનો જ આ પુરુષ રાજા થયો' તેવું જણાય છે. તેથી ભેદથી અનુષક્ત એવા અભદાત્મકનો બોધ થાય છે; કેમ કે પૂર્વ કરતા રાજાપર્યાયરૂપે તે પુરુષનો ભેદ જણાય છે અને તે રાજાપર્યાયનો ભેદ ‘કથંચિત્ તે પુરુષ રાજા થયો' તેવા બોધસ્વરૂપ હોવાથી અભેદને પણ બતાવે છે. વળી, પુરુષસામાન્યનો અને રાજાપર્યાયનો એકાંત ભેદ અને એકાંત અભેદ માનવામાં શું દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – સામાન્ય એવા પુરુષનો રાજાપર્યાયથી એકાંત ભેદ સ્વીકારવામાં તે બંનેનો અભાવ પ્રાપ્ત થાય; કેમ કે પુરુષસામાન્યથી પૃથક રાજાપર્યાયની પ્રાપ્તિ નથી. આથી જ જ્યારે તે રાજા થાય છે ત્યારે તે રાજા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168