________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૩
૧૪૫
જ થાય. અને સૌમિલ બ્રાહ્મણના પ્રશ્નના પ્રત્યુત્તરવાળા આગમમાં આ અર્થનું પ્રતિપાદક=આત્મા એક-અનેકાદિરૂપ છે' એ અર્થનું પ્રતિપાદક, સૂત્ર છે= એક છું, બે છું ઈત્યાદિ “યાવત્ અનેક-ભૂત, વર્તમાન અને ભાવિ અર્થમાં હું છું." એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે –
હે સૌમિલ ! એક પણ હું છું. યાવત્ અનેક-ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં હું છું.” “એ કયા અર્થથી હે ભગવંત ! આ પ્રમાણે કહો છો ? એક પણ હું છું.” ઈત્યાદિ ઉત્તરના હેતુથી કરાયેલા સોમિલના પ્રશ્નમાં હેતુનું પ્રતિપાદન છે=ભગવાન દ્વારા હેતનું પ્રતિપાદન છે. “હે સૌમિલ ! દ્રવ્યાર્થથી એક હું છું. જ્ઞાનદર્શન અર્થથી હું બે છું", ઈત્યાદિ પ્રકૃત અર્થતા સંવાદિ સિદ્ધ છે=પ્રસ્તુત ગાથામાં કહેલ અર્થને કહેનાર વચન સિદ્ધ છે.
અને રાગાદિનું એકાદિ અનંતભેદપણું આત્મપર્યાયપણાને કારણે છે. જે આત્મપર્યાય હોય તે એકાદિ અનંત ભેજવાળો છે. જે પ્રમાણે કેવળતો અવબોધ અને તે પ્રમાણે રાગાદિ છે. ઇતિ=રાગાદિના અનંતભેદને કહેનાર અનુમાનની સમાપ્તિમાં છે.
અત્યાર સુધીના કથનથી સ્થિતિ, ઉત્પત્તિ અને તિરોધાત્મકપણું અરિહંતમાં પણ સિદ્ધ છે=અરિહંત પણ આત્મારૂપે અવસ્થિત છે, કેવળીપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને અકેવળી પર્યાય તિરોધાન થાય છે. એ સ્વરૂપે અરિહંતમાં પણ સિદ્ધ છે. એથી જે પર વડે કહેવાયું – “અનેકાંતાત્મકત્વના અભાવવાળા પણ કેવળીમાં સત્ત્વ હોવાથી જે સત્ છે તે સર્વ અનેકાંતાત્મક છે. એ પ્રતિપાદક શાસનનું અવ્યાપકપણું હોવાથી તેનું કુસમયવિશાસિપણું અસિદ્ધ છે." () તે પ્રત્યુક્ત જાણવું. 1ર/૪૩ ભાવાર્થ :
આત્મા આત્મારૂપે એક છે માટે આત્માથી અવ્યતિરિક્ત એવું કેવળજ્ઞાન પણ એક છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવળજ્ઞાન પ્રગટ થયા પછી કેવળજ્ઞાનસ્વરૂપે પ્રતિક્ષણ અપર અપર પર્યાયને પામે છે. તોપણ આત્માના એકત્વને સામે રાખીને વિચારીએ તો કેવળજ્ઞાન એક પ્રાપ્ત થાય. વળી, આત્માનું જે કેવળ છે, તે જ્ઞાનદર્શનરૂપ છે=આત્માનો કેવળપર્યાય કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ છે. તેથી તે બે સ્વરૂપ છે અને તે બે
સ્વરૂપથી અવ્યતિરિક્ત એવો આત્મા પણ બે સ્વરૂપવાળો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માથી અભિન્ન વિવક્ષા કરવાથી કેવળ એક બને છે અને જ્ઞાનદર્શનરૂપ એવા કેવળથી આત્માને અભિન્ન કરવાથી આત્મા બે સ્વરૂપવાળો પણ પ્રાપ્ત થાય છે. વળી, આત્મા અસંખ્ય પ્રદેશાત્મક હોવાથી આત્માથી અભિન્ન એવું કેવળ પણ અસંખ્યય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માના આત્મપ્રદેશો અસંખ્યય છે તેથી કેવળજ્ઞાન એક હોવા છતાં આત્મપ્રદેશના ભેદથી કેવળ પણ અસંખેય પ્રાપ્ત થાય અને કેવળજ્ઞાનનો વિષય અનંતશેય છે તેથી આત્મા અનંત પણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કેવળજ્ઞાનનો વિષય જગતના સર્વ પદાર્થો છે અને તે સંખ્યાથી અનંત છે. તેથી કેવળજ્ઞાનના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ એક પણ કેવળીનો આત્મા સંખ્યાથી અનંતાત્મક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org