Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 166
________________ ૧૪૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા૪૩ અવ્યાપકપણું છે. માટે એ પ્રકારનું પ્રતિપાદક એવું ભગવાનનું શાસન એકાંતવાદરૂપ કુસમયનું વિનાશી છે તે સિદ્ધ થતું નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર કેવળીમાં અનેકાત્મકપણું નથી. આ પ્રકારનું પરનું કથન પ્રત્યક્ત થાય છે. કેવળીમાં પણ સતત ઉત્પાદ-વ્યય વર્તે છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે તેમ કેવળી આત્મારૂપે પણ ધ્રુવ છે અને કેવળરૂપે પણ ધ્રુવ છે એમ નથી. તેથી ફલિત થાય છે કે કેવળી પણ પ્રતિક્ષણ પર્યાયરૂપે અન્યઅન્ય ભાવને પામે છે અને દ્રવ્યરૂપે સ્થિર છે. માટે સર્વ પદાર્થો અનેકાંતાત્મક છે તેમ કેવળી પણ અનેકાંતાત્મક છે અને અનેકાંતાત્મક એવું ભગવાનનું વચન એકાંતાત્મક એવા કુસમયનું વિનાશી છે એમ સિદ્ધ થાય છે. ૨/૪૩ બીજો કાંડ સમાપ્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168