________________
૧૩૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૦ राजनि च, जातशब्दोऽयं प्रयुक्तो वर्षविभागमेवास्य दर्शयति, षष्टिवर्षायुष्कस्य पुरुषसामान्यस्य नराधिपपर्यायोऽयं जातः अभेदाध्यासितभेदात्मकत्वात् पर्यायस्य, नराधिपपर्यायात्मकत्वेन चायं पुरुषः पुनर्जातो भेदानुषक्ताभेदात्मकत्वात्, सामान्यस्य एकान्तभेदेऽभेदे वा तयोरभावप्रसङ्गानिराश्रयस्य पर्यायप्रादुर्भावस्य तद्विकलस्य वा सामान्यस्यासंभवात्, संशयविरोधवैयधिकरण्याऽनवस्थोभयदोषादीनामनेकान्तवादे च प्रागेव निरस्तत्वात् ।।२/४०।। ટીકાર્ય :
કથા .... નિસ્તત્વ જે પ્રમાણે સાંઈઠ વર્ષવાળો કોઈ પુરુષ સર્વ આયુષ્યને આશ્રયીને સાંઈઠ વર્ષવાળો કોઈક પુરુષ, ત્રીસ વર્ષવાળો છતો રાજા થયો. ઉભયત્ર=મનુષ્યમાં અને રાજામાં, પ્રયુક્ત એવો આ ‘જાત' શબ્દ, આવા પુરુષના, વર્ષવિભાગને જ બતાવે છે=સાંઈઠ વર્ષના આયુષ્યવાળા પુરુષસામાન્યનો રાજારૂપ પર્યાય ત્રીસ વર્ષનો છે, એ પ્રકારના વર્ષવિભાગને જ બતાવે છે.
આ પ્રકારના માથાના અર્થથી સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ કઈ રીતે છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
‘સાંઈઠ વર્ષના આયુષ્યવાળા પુરુષસામાચતો આ નરાધિપપર્યાય થયો. એ કથન, પર્યાયનું અભેદઅધ્યાસિત ભેદાત્મકપણું હોવાથી, અનેકાંતાત્મક સાધ્યના અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ છે, એમ અવય છે. અને ‘તરાધિપ પર્યાયાત્મકપણાથી આ પુરુષ ફરી થયો એ કથા, ભેદ અનુષક્ત અભદાત્મકપણું હોવાથી અનેકાંતાત્મક સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ છે, એમ અત્રય છે.
અહીં પ્રશ્ન થાય કે મનુષ્યસામાન્યનો અને રાજાપર્યાયનો એકાંત ભેદ કે એકાંત અભેદ સ્વીકારીએ તો શું વાંધો ? તેમાં હેતુ કહે છે –
સામાન્યના એકાંતભેદમાં કે એકાંતઅભેદમાં તે બેયના=પુરુષસામાન્ય અને રાજાપર્યાયરૂપ વિશેષતે બેયના અભાવનો પ્રસંગ છે.
અહીં પ્રશ્ન થાય કે, સામાન્યના એકાંતભેદમાં કે એકાંતઅભેદમાં સામાન્ય અને પર્યાયરૂપ વિશેષ બંનેના અભાવનો પ્રસંગ કેમ પ્રાપ્ત થાય ? તેમાં હેતુ કહે છે –
નિરાશ્રય પર્યાયના પ્રાદુર્ભાવનો અસંભવ છે અથવા તવિકલા એવા=પર્યાયવિકલ એવા સામાન્યતો અસંભવ છે.
અહીં પ્રશ્ન થાય કે વસ્તુને ભેદાભદાત્મક સ્વીકારવામાં સંશય થાય કે ભેદ છે કે અભેદ છે ?” અથવા ભેદાભેદ' શબ્દ જોવાથી જ વિરોધ દેખાય અથવા ભેદ અને અભેદ વિપરીત અધિકરણમાં રહી શકે, એકમાં ન રહી શકે અથવા અનવસ્થાની પ્રાપ્તિ થાય. એકાંત ભેદ કે એકાંત અભેદ માનવામાં જે દોષો પ્રાપ્ત થાય છે, તે ઉભયપક્ષના દોષો ભેદાભેદવાદીને પ્રાપ્ત થશે. તેના નિરાકરણ માટે હેતુ કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org