Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 142
________________ ૧૨૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૩૩-૩૪ ટીકાર્ચ - સવજ્ઞાને... મતિ | સમ્યજ્ઞાનમાં નિયમથી સમ્યગ્દર્શન છે. વળી, દર્શનમાં ભજનીય છે=સમ્યજ્ઞાન વિકલ્પનીય છે અર્થાત્ એકાંત રુચિમાં સંભવતું નથી=સમ્યજ્ઞાન સંભવતું નથી. વળી, અનેકાંત રુચિરૂપ સમ્યગ્દર્શનમાં છે=સમ્યજ્ઞાન છે. અને જે કારણથી આ પ્રમાણે છે=ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રમાણે છે. આથી સમ્યજ્ઞાન એવું આ સમ્યગ્દર્શન, વિશિષ્ટ રુચિ સ્વભાવવાળા અવબોધરૂપ અર્થથી સામર્થ્યથી, ઉપપન્ન થાય છે. ૨/૩૩ના ભાવાર્થ: ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી પ્રથમ કાંડ અને બીજા કાંડમાં જે કાંઈ વર્ણન કર્યું તે વર્ણનના તાત્પર્યને સ્પર્શનાર સમ્યજ્ઞાન કોઈને પ્રગટ થાય તો તે જીવમાં નિયમથી સમ્યગ્દર્શન છે. પરંતુ કોઈ જીવને તત્ત્વવિષયક રુચિરૂપ દર્શન હોય તો તેમાં સમ્યજ્ઞાન વિકલ્પનીય છે; કેમ કે જો તેને એકાંત રુચિ હોય તો સમ્યજ્ઞાન સંભવતું નથી અને જો તેને ગ્રંથકારશ્રીએ પૂર્વમાં અત્યાર સુધી જે પ્રકારનો અનેકાંત બતાવ્યો તે પ્રકારના અનેકાંતમાં રુચિરૂપ સમ્યગ્દર્શન હોય તો તે જીવને સમ્યજ્ઞાન છે. ફક્ત સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી પ્રાપ્ત થયેલું સમ્યજ્ઞાન સૂક્ષ્મ સૂક્ષ્મતરાદિ અનેક ભેદવાળું સંભવે. તોપણ તે જીવને અનેકાંતવાદની સ્થિર રુચિ હોય અને તેથી અનેકાંતવાદનું યથાર્થ અવલંબન લઈને આત્મહિત માટે પ્રવૃત્તિ કરતો હોય તો તેની અનેકાંતવાદ રુચિરૂપ સમ્યગ્દર્શનમાં જે કાંઈ બોધ છે તે સમ્યજ્ઞાન સ્વરૂપ છે. આનાથી શું ફલિત થાય ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – સમ્યજ્ઞાન જ વિશિષ્ટરુચિસ્વભાવવાળા અવબોધરૂપ સમ્યગ્દર્શન છે. એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધના કથનથી અર્થથી ઉપપન્ન થાય છે. તેથી સમ્યજ્ઞાનવાળો જીવ પોતાના યથાર્થ બોધને કારણે સદા પોતાના જ્ઞાનથી નિયંત્રીત ઉચિત પ્રવૃત્તિ કરીને સંસારના ઉચ્છેદ માટે શક્ય યત્ન કરે તેવો સમ્યગ્દર્શનનો પરિણામ તે જીવમાં છે એમ ફલિત થાય છે. ૨/૩૩ અવતરણિકા - अत्र साद्यपर्यवसितं केवलज्ञानं सूत्रे प्रदर्शितम् अनुमानं च तथाभूतस्य तस्य प्रतिपादकं संभवति । तथाहि - घातिकर्मचतुष्टयप्रक्षयाविर्भूतत्वात् केवलं सादि न च तथोत्पन्नस्य पश्चात्तस्यावरणमस्ति अतोऽनन्तमिति न पुनरुत्पद्यते विनाशपूर्वकत्वादुत्पादस्य न हि घटस्याविनाशे कपालानामुत्पादो दृष्ट इत्यनुत्पादव्ययात्मकं केवलमित्यभ्युपगमवतो निराकर्तुमाह - અવતરણિકાર્ય : અહીં=કેવળજ્ઞાનના વિષયમાં, સાદિ અપર્યવસિત કેવળજ્ઞાન સૂત્રમાં બતાવાયું છે અને તેવા પ્રકારના તેનું=સાદિ અપર્યવસિત એવા કેવળજ્ઞાનનું, પ્રતિપાદક અનુમાન સંભવે છે. તે આ પ્રમાણે - ઘાતી કર્મચતુષ્ટયના પ્રક્ષયથી આવિર્ભૂતપણું હોવાથી કેવલ કેવળજ્ઞાન, સાદિ છે અને તે પ્રકારે ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168