________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૭-૩૮
૧૨૯
અવતરણિકા :
ननु केवलज्ञानस्यात्मरूपतामाश्रित्य तस्योत्पादविनाशाभ्यां केवलस्य तौ भवतः न चात्मनः केवलरूपतेति कुतस्तद्वारेण तस्य तावित्याह - અવતરણિકાર્ચ -
નનુથી શંકા કરે છે – કેવળજ્ઞાનની આત્મરૂપતાને આશ્રયીને તેના ઉત્પાદ-વિનાશથી=આત્માના ઉત્પાદ-વિનાશથી, કેવળજ્ઞાનના તેaઉત્પાદ-વિનાશ, થાય છે અને આત્માની કેવળરૂપતા જ નથી. તેથી તેના દ્વારા=આત્મા દ્વારા, કેવી રીતે તેના=કેવળજ્ઞાનતા, તે થાય ?sઉત્પાદ વિનાશ થાય ? એ પ્રકારે કહે છે – ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ ગાથા-૩૪માં સ્થાપન કર્યું કે કેવળજ્ઞાનરૂપ પર્યાય પર્યવસિત=સાંત, સ્વભાવવાળું છે છતાં જેઓ કેવલજ્ઞાન સાંત થાય છે તેમ ઇચ્છતા નથી તેઓ સમ્યગ્વાદી નથી. આને દઢ કરવા માટે ગાથા૩૫માં કહ્યું કે આત્મપ્રદેશો અને પુદ્ગલપ્રદેશો અન્યોન્ય અનુવિદ્ધ છે. તેથી સંઘયણાદિ ભવસ્થકેવળીના વિશેષ પર્યાયો મોક્ષ સમયે નાશ પામે છે. તે વખતે આત્મદ્રવ્યથી સંઘયણાદિ પર્યાયો અને કેવળજ્ઞાનપર્યાયનો અવ્યતિરેક હોવાથી કેવળજ્ઞાન પણ નાશ પામે છે. એ કથન દ્વારા કેવળજ્ઞાનની આત્મરૂપતાને આશ્રયીને આત્માના જે ઉત્પાદવિનાશ સંઘયણાદિને આશ્રયીને થાય છે તે ઉત્પાદવિનાશ કેવળજ્ઞાનના થાય છે તેમ કહ્યું ત્યાં શંકા કરતા કહે છે – આત્માનું કેવળરૂપતા સ્વરૂપ જ નથી. તેથી આત્મા દ્વારા કેવળજ્ઞાનના ઉત્પાદ-વિનાશ થાય છે તેમ માની શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો અભિપ્રાય પ્રસ્તુત બે ગાથામાં કહે છે –
ગાથા :
जीवो अणाइणिहणो केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे कह जीवो केवलं होइ ।।२/३७।। तम्हा अण्णो जीवो अण्णे णाणाइपज्जवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति ।।२/३८।।
છાયા :
जीवोऽनादिनिधनः केवलज्ञानन्तु सादिकमनन्तम् । इति स्थूरे विशेषे कथं जीवः केवलं भवेत् ।।२/३७।। तस्मादन्यो जीवोऽन्ये ज्ञानादिपर्यवाः तस्य । औपशमिकादिलक्षणविशेषतः केचिदिच्छन्ति ।।२/३८।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org