Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 133
________________ ૧૧૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ભાવાર્થ : ગાથાનો ભાવાર્થ કર્યા પછી પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શનવિષયક સૂરિજીના અભિપ્રાયને ટીકાકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – છદ્મસ્થ અવસ્થામાં જે જ્ઞાન થાય છે તે પ્રમાણરૂપ છે અને જ્ઞાનનો જે વિષય છે તે પ્રમેય છે અને તે જ્ઞાન પણ સામાન્યવિશેષસ્વરૂપ છે અને પ્રમેય પણ સામાન્યવિશેષસ્વરૂપ છે તોપણ છદ્મસ્થ જીવના જ્ઞાનના આવારક કમ દૂર થયા નથી. તેથી છદ્મસ્થ જીવનો ઉપયોગ દર્શન અને જ્ઞાનનો ક્રમસર થાય છે. તેથી દર્શનઉપયોગ સમયમાં જ્ઞાનના ઉપયોગનો અસંભવ છે. કઈ રીતે જ્ઞાન-દર્શનનો ઉપયોગ ક્રમસર થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અપ્રાપ્યકારી એવા ચહ્યું અને મનથી થનારો જે અર્થાવગ્રહાદિ મતિજ્ઞાનનો ઉપયોગ છે, તેના પૂર્વની અવસ્થાવાળા બોધને ચક્ષુદર્શન-અચક્ષુદર્શન એ પ્રકારના વ્યપદેશને પ્રાપ્ત કરે છે. તે બોધ કેવો છે ? તે સ્પષ્ટ કરે છે – અસ્પષ્ટ અવાસી એવા ગ્રાહ્ય પદાર્થના ગ્રાહકત્વ પરિણતિરૂપ જે અવસ્થા તે અવસ્થામાં વ્યવસ્થિત એવા આત્મપ્રબોધરૂપ આ ચક્ષુદર્શન-અચક્ષુદર્શન છે. આનાથી એ ફલિત થાય કે મતિજ્ઞાનનો જે ચક્ષુનો કે મનનો અર્થાવગ્રહનો ઉપયોગ છે ત્યારથી માંડીને મતિજ્ઞાનનો પ્રારંભ થાય છે. તેના પૂર્વે ચક્ષુ દ્વારા ચક્ષુદર્શન થાય છે અને મન દ્વારા અચક્ષુદર્શન થાય છે ત્યારપછી અવગ્રહાદિના ક્રમથી મતિજ્ઞાન થાય છે અને ચક્ષુદર્શન-અચક્ષુદર્શનમાં પદાર્થ અસ્પષ્ટ અવભાસમાન હોય છે અને અવગ્રહથી કાંઈક કાંઈક સ્પષ્ટ બોધ થાય છે. મતિજ્ઞાનનો ઉપયોગ કઈ સામગ્રીથી શરૂ થાય છે ? તે સ્પષ્ટ કરે છે – મતિજ્ઞાનના કારણભૂત દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય, પ્રકાશ અને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ આદિ સામગ્રીથી પ્રભવ એવી રૂપાદિના વિષયક જીવની જે ગ્રહણની પરિણતિ છે તે પરિણતિ અવગ્રહાદિરૂપ છે અને તે મતિજ્ઞાનની શબ્દતાને પામે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુદર્શન-અચક્ષુદર્શન માટે દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય સામગ્રીરૂપ છે અને દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ કારણ છે. જેનાથી જીવ વસ્તુને ચક્ષુથી જોવા માટે અભિમુખ થાય છે અને મનથી જોવા માટે અભિમુખ થાય છે ત્યારે પ્રથમ અસ્પષ્ટ વસ્તુનું અવભાસ થાય છે તેવો બોધ દર્શન કહેવાય છે. મતિજ્ઞાનમાં દ્રવ્યન્દ્રિય-ભાવેન્દ્રિય આવશ્યક છે, પ્રકાશ આવશ્યક છે અને મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ આવશ્યક છે અને જોય પદાર્થની આવશ્યકતા છે. આ સર્વ સામગ્રીના બળથી જે રૂપાદિવિષયક ગ્રહણની પરિણતિ થાય છે તે અવગ્રહ આદિરૂપ મતિજ્ઞાન કહેવાય છે. વળી, શ્રુતજ્ઞાનના ઉપયોગમાં બે સામગ્રી કારણ છે. શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી અને વાક્યશ્રવણાદિ સામગ્રીવિશેષના નિમિત્તથી પ્રાદુર્ભાવ થયેલા વાક્યર્થના ગ્રહણની પરિણતિનો સ્વભાવ આત્માનું શ્રુતજ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168