________________
૧૧૬
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ પ્રાપ્ત કરે છે, જે પૂર્ણ પદાર્થના કોઈક કોઈક ભાગનો બોધ કરે છે. આથી જ મતિજ્ઞાનથી અમુક પ્રકારનો ખંડશઃ બોધ થાય છે, શ્રુતજ્ઞાનથી અન્ય પ્રકારનો ખંડશઃ બોધ થાય છે, એ જ રીતે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનથી ખંડશઃ બોધ થાય છે. આ સર્વ આત્માનો મૂળ સ્વભાવ નથી.
વળી, આત્માનો સ્વભાવ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
કેવળજ્ઞાનના, કેવળદર્શનના આવરણરૂપ જે કર્મ, તેના ક્ષયથી આવિર્ભત થયેલું આત્માનું સ્વરૂપ છે. વળી, ઇન્દ્રિયરૂપ કરણક્રમના વ્યવધાનથી પર એવા સકળ લોક-અલોકના વિષયને સ્પર્શનારું ત્રણેય કાળના પદાર્થના સ્વભાવના અને પરિણામના ભેદને કારણે અનંત પદાર્થને એકસાથે સામાન્ય વિશેષરૂપે સાક્ષાત્કરણમાં પ્રવૃત્ત એવું કેવળજ્ઞાન, કેવળદર્શન છે. તેથી એ ફલિત થાય કે આત્માનો મૂળ સ્વભાવ સર્વ જ્ઞેયને એકસાથે સાક્ષાત્કાર કરવાનો છે અને છબસ્થની જેમ તેનો ક્રમસર ઉપયોગ પ્રવર્તતો નથી.
આ પ્રકારના સૂરીશ્વરજીના વચનાનુસાર પાંચ જ્ઞાનનું સ્વરૂપ ટીકાકારશ્રીએ બતાવ્યું. તે કથનથી અન્ય કોઈની માન્યતાનું નિરાકરણ થાય છે. તેથી અન્યની તે માન્યતા બતાવે છે –
અવગ્રહરૂપ આભિનિબોધ દર્શન છે અને તે આભિનિબોધ જ ઈહાદિરૂપ વિશેષનું ગ્રાહક જ્ઞાન છે. આ બેથી અતિરિક્ત અપર એવું કોઈ ગ્રાહકજ્ઞાન નથી. પરંતુ એક જ એવું આભિનિબોધિક અવગ્રહરૂપે પણ પદાર્થને ગ્રહણ કરે છે અને ઈહારિરૂપે પણ ગ્રહણ કરે છે. તેથી ‘દર્શન” અને “જ્ઞાન” એ સ્વરૂપે વ્યપદેશ થાય છે. જેમ સર્પ દ્રવ્ય ઘડીક ઉત્કણ, ઘડીક વિફણ અવસ્થાને પ્રાપ્ત કરે છે તેમ મતિજ્ઞાન જ જ્યારે અવગ્રહરૂપ છે ત્યારે માત્ર સામાન્યરૂપ દ્રવ્યને ગ્રહણ કરે છે તેથી દર્શન કહેવાય છે અને ઈહાદિ વિશેષરૂપ પર્યાયને ગ્રહણ કરે છે તેથી જ્ઞાન કહેવાય છે. જેમ સર્પદ્રવ્યનો તેની ઉત્કૃણાદિ અવસ્થાથી અભેદ છે તેમ અવગ્રહરૂપ સામાન્ય અને ઈહાદિરૂપ વિશેષમતિજ્ઞાનરૂપે અભેદ છે. તેથી આભિનિબોધિકની દર્શન અને જ્ઞાનરૂપ બંને અવસ્થાનો અભેદ છે. તેથી એક જ આભિનિબોધ દર્શન અને મતિજ્ઞાન એ પ્રમાણે કહેવાય છે એ પ્રકારનો “સંમતિકારશ્રીનો આશય છે એમ કોઈ વ્યાખ્યાન કરે છે. તે અસંગત જણાય છે એમ ટીકાકારશ્રી કહે છે.
કેમ અસંગત છે ? તેમાં હેતુ કહે છે – આગમનો વિરોધ અને યુક્તિનો વિરોધ છે માટે અસંગત છે. યુક્તિનો કઈ રીતે વિરોધ છે ? તે બતાવતાં કહે છે –
જો દર્શન અને જ્ઞાન – એ બંનેનો એકાંત અભેદ હોય તો પૂર્વનો અવગ્રહ દર્શન છે અને પશ્ચા ઈટાદિ જ્ઞાન છે તેમ કહીને તે દર્શન અને જ્ઞાન – એ બેનો આભિનિબોધમાં અંતર્ભાવ છે તેમ કહી શકાય નહીં; કેમ કે દર્શન અને જ્ઞાનનો ભેદ બતાવીને ત્યારપછી તેનો અંતર્ભાવ કહેવો હોય તો કથંચિત્ ભેદ સ્વીકારવો પડે.
પૂર્વપક્ષી કહે છે કે, દર્શનરૂપે અને જ્ઞાનરૂપે કથંચિત્ ભેદ છે અને આભિનિબોધરૂપે અભેદ છે. તેને ટીકાકારશ્રી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org