________________
૮૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૯ વળી, કેવલીનો ઉપયોગ જોય એવા સામાન્યરૂપ દ્રવ્યને અને શેય એવા વિશેષરૂપ પર્યાયોને બંનેને ગ્રહણ કરનાર હોવાથી કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન છે, એમ આગમમાં કહેવાયું છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પર દ્વારા ઘટાદિ ચિતવનકાળમાં ગ્રહણ કરાયેલા એવા પરના મનોદ્રવ્ય=ઘટાદિ અર્થનો બોધ કરાવે તે રીતે પરિણત એવા પરમનોદ્રવ્યવિશેષ મન:પર્યવજ્ઞાનનો વિષય બને છે, એથી તે પરના મનોદ્રવ્યમાં વિશેષરૂપપણું છે સામાન્યરૂપપણું નથી; કેમ કે ઘેટાદિનું ચિંતવન કરનાર પુરુષ દ્વારા જ્યારે તે મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરાય છે ત્યારે સામાન્યરૂપ છે પરંતુ ચિંતવનકાળમાં તો બોધને અનુકૂળ એવા તે તે આકારરૂપે પરિણત હોવાથી તેમાં સામાન્યરૂપપણું નથી અને મન:પર્યવજ્ઞાની ઘટાદિના બોધને અનુકૂળ આકારરૂપે પરિણત જ પરના મનોદ્રવ્યને ગ્રહણ કરે છે, જેને આશ્રયીને મન:પર્યવજ્ઞાનને દર્શન નથી તેમ શાસ્ત્રમાં કહેવાયું છે. વળી, કેવલી સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું એક કાળમાં જ્ઞાન કરે છે, તેથી તેમના જ્ઞાનના વિષયભૂત એવા ષેય પદાર્થો સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પણ છે, જેને આશ્રયીને કેવલજ્ઞાન અને કેવલદર્શન કહેવાયું છે.
વસ્તુતઃ ગાથા-૩માં કહ્યું એ પ્રમાણે “મન પર્યવજ્ઞાન સુધી જ્ઞાન અને દર્શનનો ભેદ છે” તે વચન અનુસાર તથા ગાથા-૧૮ની ટીકામાં કહ્યું કે “શ્રુતકેવલી, અવધિકેવલી, મન:પર્યવકેવલી જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી” તે વચનાનુસાર મન:પર્યવજ્ઞાનને પણ દર્શન છે; કેમ કે છબસ્થનો ઉપયોગ દર્શનપૂર્વક જ જ્ઞાનમાં પ્રવર્તે છે. આથી જ મન:પર્યવકેવલી જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી તે પ્રકારનો અર્થ કરેલ છે; છતાં પણ મન:પર્યવજ્ઞાનના વિષયભૂત એવા પરમનોદ્રવ્યમાં સામાન્યરૂપતા નથી, વિશેષરૂપતા છે તેને આશ્રયીને તેના ગ્રાહક એવા મન:પર્યવજ્ઞાનીને દર્શન નથી તેમ આગમમાં કહેલ છે.
અહીં ટીકામાં કહ્યું કે “વિશેષરૂપપણાથી બાહ્ય ચિંત્યમાન એવા ઘટાદિના લિંગીની ગમકતાની ઉપપત્તિ હોવાથી મન:પર્યવજ્ઞાનને દર્શન નથી”. તેથી એ પ્રાપ્ત થાય કે મન:પર્યવજ્ઞાનનો વિષય પરમનોદ્રવ્ય છે. જે સમયે મન:પર્યવજ્ઞાની પરમનોદ્રવ્યને જોઈને તે શું ચિંતવન કરે છે તેનો નિર્ણય કરવા પ્રયત્ન કરે ત્યારે પર દ્વારા ચિંત્યમાન એવા બાહ્ય ઘટાદિને આશ્રયીને ચિંતન કરાતા મનોવર્ગણાના પગલો મન:પર્યવજ્ઞાનના જ્ઞાનનો વિષય બને છે અને તે ચિંતન કરનાર પુરુષના મનોવર્ગણાના પુદ્ગલો લિંગી છે, જેના બળથી મન:પર્યવજ્ઞાની અનુમાન કરી શકે છે કે “આ પુરુષ ઘટાદિનું ચિંતવન કરે છે તે મનોવર્ગણાના પુદ્ગલો જ મન:પર્યવજ્ઞાનીના બોધનો વિષય હોવાથી મન:પર્યવજ્ઞાનને દર્શન નથી.
આનાથી એ ફલિત થાય કે મન:પર્યવજ્ઞાની જ્યારે કોઈના મનોદ્રવ્યને જોવા માટે યત્ન કરે છે ત્યારે પ્રથમ સામાન્યબોધરૂપ દર્શન થાય છે, ત્યારપછી પરના ચિંતન કરાતા મનોદ્રવ્યનું ગ્રહણ થાય છે અને તે મનોદ્રવ્યના આકારરૂપ લિંગથી મન:પર્યવજ્ઞાની પર દ્વારા ચિંતન કરાયેલ પદાર્થનો નિર્ણય કરે છે. તેથી જેમ પ્રથમ દર્શન પછી મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન થાય છે, માટે શ્રુતજ્ઞાનને દર્શન નથી, તેમ મન:પર્યવને પણ દર્શન નથી, તેમ કહેલ છે. ll૧/૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org