________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૫
ટીકાર્ય :
अस्पृष्टेऽर्थरूपे
તસ્યાસૃષ્ટાવિષવાર્થસ્યાવ્યવÁનત્વાત્ ।। અસ્પૃષ્ટ અર્થરૂપ વસ્તુમાં ચક્ષુ દ્વારા જે પ્રત્યય થાય છે=જે બોધ થાય છે, જ્ઞાન જ છતુ તે ચક્ષુદર્શન છે અને ઇન્દ્રિયોના અવિષયરૂપ પરમાણુ આદિ અર્થમાં મતથી જ્ઞાન જ છતુ અચક્ષુદર્શન છે.
આ પ્રકારે ચક્ષુદર્શન અચક્ષુદર્શનનો અર્થ કર્યો. ત્યાં અતિવ્યાપ્તિ દોષ ટાળવા કહે છે –
ઉન્નતિરૂપ લિંગવાળા મેઘથી થતારી વૃષ્ટિમાં અથવા નદીના પૂરથી ઉપરમાં થયેલી વૃષ્ટિમાં લિંગવિષયક જે જ્ઞાન છે તેને છોડીને અસ્પૃષ્ટમાં અને અવિષયમાં જે જ્ઞાન છે તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે, એમ પૂર્વ સાથે સંબંધ છે; કેમ કે અસ્પૃષ્ટ અને અવિષયવાળા અર્થરૂપ તેનું અદર્શનપણું છે અર્થાત્ મેઘાદિ દ્વારા જે અનુમાન થાય છે તે અસ્પૃષ્ટ અને અવિષય અર્થ છે છતાં તે દર્શનરૂપ નથી પરંતુ અનુમાનરૂપ છે. ।।૨/૨૫।।
ભાવાર્થ:
અવતરણિકામાં શંકા કરી કે, અવગ્રહરૂપ દર્શન ન હોય તો મતિજ્ઞાનનું દર્શન પૃથક્ શું છે ? એથી ગ્રંથકારશ્રી કહે છે
૯૭
ચક્ષુઇન્દ્રિયથી અસ્પૃષ્ટ અર્થનો બોધ થાય છે. તે વખતે ચક્ષુઇન્દ્રિયથી અવગ્રહની પ્રાપ્તિ પૂર્વે જે પ્રત્યય થાય છે તે ચક્ષુદર્શન છે અને ચક્ષુદર્શન પદાર્થના ઉપતંભરૂપ છે. તે બતાવવા માટે ટીકાકા૨શ્રીએ કહ્યું કે જ્ઞાન જ છતુ તે ચક્ષુદર્શન છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુઇન્દ્રિયના અવગ્રહથી માંડી અપાય કે ધારણા સુધીનો બોધ જ્ઞાન છે અને તે જ્ઞાન થતા પૂર્વે ‘ચક્ષુ દ્વારા હું જોઉં છું” એ પ્રકારની પ્રતીતિ થાય તે ચક્ષુદર્શન છે. આ પ્રકારનો અર્થ ટીકાકારશ્રી સ્વયં આગળમાં ગાથા-૩૦માં બતાવશે.
વળી, અચલુદર્શન શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
-
ઇન્દ્રિયોના અવિષયભૂત પરમાણુમાં કે દૂરવર્તી એવા પર્વતાદિ વિષયક મનથી જે જ્ઞાન થાય છે તે અચક્ષુદર્શન છે. અચક્ષુદર્શનમાં પણ મનથી થતા અવગ્રહ પૂર્વે અચક્ષુદર્શન થાય છે અને મનથી થતા અવગ્રહથી માંડીને અપાય સુધીનો નિર્ણય કે ધારણા એ જ્ઞાનસ્વરૂપ છે. આ પ્રકારનો વિભાગ ટીકાકારશ્રી
આગળમાં ગાથા-૩૦માં બતાવશે.
Jain Educationa International
વળી, ટીકાકારશ્રીએ શ્રોત્રાદિના વિષયમાં દર્શન થાય છે કે થતું નથી એ પ્રકારની કોઈ સ્પષ્ટતા કરી નથી; છતાં અર્થથી જણાય છે કે શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો તેના તેના વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહના ક્રમથી તે તે ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે. તે જ્ઞાનકાળમાં વ્યંજનાવગ્રહકાળની પૂર્વે મન તે ઇન્દ્રિયથી વિષય ગ્રહણ કરવાને અભિમુખ થાય છે. ત્યારે મનથી અચક્ષુદર્શન થાય છે અને
For Personal and Private Use Only
www.jainelibrary.org