________________
૭૬
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭ છે તે બતાવવા માટે અક્રમક્રયાત્મક એવો એક ઉપયોગ છે તેમ કહેલ છે, તેથી કેવલજ્ઞાનમાં તેવા પ્રકારના વ્યપદેશનો વિષયપણું સ્વીકારવામાં કોઈ વિરોધ નથી; કેમ કે ઇન્દ્રિયાદિની અપેક્ષા નથી જેથી ક્રમસર ઉપયોગ થાય અથવા આવરણ નથી જેથી ક્રમસર ઉપયોગ થાય. સંપૂર્ણ આવરણ નહીં હોવાથી જગતુવર્તી શેય એવા દ્રવ્ય અને પર્યાય એકકાલમાં પ્રત્યક્ષ દેખાય છે તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી એ પ્રકારનો કેવલજ્ઞાનના અને કેવલદર્શનના એક ઉપયોગ સ્વીકારનાર આચાર્યનો આશય છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે અક્રમઉપયોગદ્વયાત્મક એવું એક કેવલ છે. આમ સ્વીકારવાથી કેવલ ઉપયોગ કથંચિત્ યાત્મક છે અને કથંચિત્ એક સ્વરૂપ છે એ પ્રકારે અનેકાંતવાદની પ્રાપ્તિ થાય છે; કેમ કે કથંચિ દ્રવ્ય અને પર્યાયનો અક્રમઉપયોગ છે તે અપેક્ષાએ તે ઉપયોગ દ્વયાત્મક છે અને જેમ વિષયની અપેક્ષાએ દ્વયાત્મક છે તેમ ઉપયોગની અપેક્ષાએ એક સ્વરૂપ છે માટે કેવલીના ઉપયોગમાં અનેકાંતની સિદ્ધિ થાય છે.
ત્યાં કોઈને શંકા થાય કે કેવલીનો ઉપયોગ અદ્વૈત એવો એક સ્વરૂપ છે એવું એકાંત સ્વીકારીએ તો શું વાંધો ? તેના નિરાકરણ માટે કહે છે –
અદ્વૈત એકાંતાત્મક કેવલનો ઉપયોગ નથી. કેમ અદ્વૈત એકાંતાત્મક કેવલનો ઉપયોગ નથી ? તેમાં ચાર વિકલ્પો થઈ શકે છે અને તે ચારેય વિકલ્પોમાં દોષની પ્રાપ્તિ છે તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
જો કેવલીનો ઉપયોગ દ્રવ્યને અને પર્યાયને ઉભયને ગ્રહણ કરનાર એક ન હોય અને ઉપયોગ માત્ર સામાન્યને ગ્રહણ કરનાર છે તેમ સ્વીકારીએ તો કેવલીને અદ્વય એકાંતાત્મક ઉપયોગ છે તેમ સ્વીકારી શકાય, પરંતુ કેવલજ્ઞાનના વિષયભૂત માત્ર સામાન્ય છે તેમ સ્વીકારી શકાય નહીં; કેમ કે સામાન્યવિશેષનું નિબંધનપણું જ છે. જેમ વૃક્ષ સામાન્યનું કોઈને કોઈ વૃક્ષવિશેષ સાથે સંબંધ છે અર્થાત્ આંબાનું, લીમડાનું એવું કોઈ વિશેષ ન હોય અને માત્ર વૃક્ષ સામાન્ય હોય તેવું જગતમાં નથી; તેમ કોઈ પર્યાયરૂપ વિશેષ ન હોય અને માત્ર દ્રવ્ય હોય તેવું સામાન્ય જગતમાં નથી કે જેને વિષય કરનાર કેવલજ્ઞાન એકાંત અદ્ધયરૂપ છે તેમ કહી શકાય.
ટીકાકારશ્રીએ કેવલજ્ઞાનનો વિષય માત્ર સામાન્યરૂપ સ્વીકારવામાં દોષ બતાવ્યો. તેથી વિશેષમાત્રનો વિષય કેવલજ્ઞાન છે જેથી એકાંત અદ્વય સ્વીકારી શકાશે તેમ પૂર્વપક્ષી કહે છે, તેનું નિરાકણ કરતાં ટીકાકારશ્રી કહે છે –
વિશેષમાત્ર તદ્ અધય સ્વીકારી શકાય નહીં; કેમ કે જગતમાં દેખાતા પદાર્થો અવયવ-અવયવીરૂપ દેખાય છે અને અવયવ-અવયવીનો પદાર્થ કેવલજ્ઞાનનો વિષય સ્વીકારીએ તો કયની પ્રાપ્તિ થાય, પરંતુ એકાંત અદ્રયની પ્રાપ્તિ થાય નહીં. કેમ અવયવ-અવયવી સ્વીકારવાથી એકાંત અયની પ્રાપ્તિ થાય નહીં ? તે સ્પષ્ટ કરે છે –
જો કેવલજ્ઞાનનો વિષય અવયવ-અવયવ બન્નેમાંથી માત્ર અવયવને સ્વીકારીને એકાંત અદ્વય સ્થાપન કરવામાં આવે તો તે થઈ શકે નહીં, કેમ કે અવયવીના અભાવમાં અવયવીની અપેક્ષા રાખનાર અવયવનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org