________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪
અને તે પ્રતિવચન કેવા સ્વરૂપવાળું છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – ભિન્ન આલંબન પ્રદર્શક તે છે–પ્રતિવચન છે. કઈ રીતે ભિન્ન આલંબન પ્રદર્શક પ્રતિવચન છે ? તે સ્પષ્ટ કરે છે –
જે કારણથી જ્ઞાન સાકાર થાય છે, વળી દર્શન અલાકાર થાય છે, આથી ભિન્ન આલંબનવાળા આ બે પ્રત્યય છે અર્થાત્ સાકાર-અનાકારરૂપ ભિન્ન આલંબાવાળા જ્ઞાન-દર્શનના પ્રત્યયો છે. અને આગસૂત્રની ટીકામાં પોતાના કથનની પુષ્ટિ અર્થે સાક્ષીરૂપે કહેવાયું કે “જે સમયે તે સમયે ભગવાન મહાવીર” ઈત્યાદિ આગમમાં વારંવાર ઉચ્ચારણ કરાયું છે એ, ઉદાહરણમાત્ર બતાવાયું છે='તે ઉદાહરણમાત્રથી સર્વત્ર તે પ્રકારનો અર્થ કરી શકાય નહીં એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. અને આ રીતે પૂર્વમાં કહ્યું કે જે આકાર વડે રત્નપ્રભા પૃથ્વીને સમક અર્થાત્ તુલ્ય, જાણે છે તે આકારોથી તુલ્ય જોતા નથી એ પ્રમાણે, સૂત્રનો અર્થ વ્યવસ્થિત હોતે છતે પૂર્વમાં કહેલા અર્થનું કથન અન્ય આચાર્યો વડે કહેવાયેલા અર્થનું કથન, આલદાન જ છે કેવલી ઉપર આળનું કથન જ છે.
i સમય’ એ પ્રકારના શબ્દપ્રયોગમાં “G” એ પ્રકારના શબ્દમાં ‘ ભાવ પ્રાકૃતલક્ષણથી છે. કેમ પ્રાકૃતલક્ષણથી છે ? તે સ્પષ્ટ કરે છે –
“નિત્ય લોપ નહીં થયેલા આનીત એવા દ્વિર્ભાવવાળા બંને પણ બિદુઓ તે જ અર્થને વહન કરે છે જે જ તે બેનો પૂર્વનિર્દિષ્ટ છે.” ()
નહીં કરાયેલો જ બિંદુ આનીત છે, જે પ્રમાણે – જે કૃતસુકૃત છે એ પ્રમાણેના લોકપ્રયોગમાં ‘' આગળ 'મ્'ભાવ છે, તેથી બિંદુ આનીત છે. ૨/૪ ભાવાર્થ :
કેવલજ્ઞાન અને કેવલદર્શન વિષયક કેટલાક આચાર્ય કહે છે કે જિન જ્યારે જાણે છે કેવલજ્ઞાનથી જગતને જાણે છે, ત્યારે કેવલદર્શનથી જોતા નથી. એ પ્રમાણે સૂત્રનું અવલંબન કરતા તેઓ સૂત્રની આશાતનાના અભીરુ છે એમ પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા. કહે છે. તે આચાર્યો કયા સૂત્રનું અવલંબન લે છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
આગમમાં સૂત્ર છે કે “હે ભગવંત કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને આકાર, પ્રમાણ, હેતુ, સંસ્થાન અને પરિવાર વડે જે સમયે જાણે છે તે સમયે જોતા નથી ? તેનો ઉત્તર આપતા ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમસ્વામીને કહે છે “દંતા'ઋતેમ જ છે=કેવલી જે સમયે જાણે છે તે સમયે જોતા નથી.'
આ પ્રમાણે સૂત્રને અવલંબન કરનારા તેઓ આ સૂત્રનો અર્થ શું કરે છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – કેવલી સંપૂર્ણ બોધવાળા છે. સૂત્રમાં જે છે તે અભ્યાગમનો સૂચક છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંપૂર્ણ બોધવાળા કેવલી આ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે તે સમયે જોતા નથી. તેનો સ્વીકાર ' શબ્દથી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org