________________
પર
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦-૧૧
વળી ક્રમઉપયોગવાદી એવા શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ “સર્વ લબ્ધિઓ સાકારઉપયોગમાં થાય છે' ઇત્યાદિ વચનોને પોતાના મતને સિદ્ધ કરવા બતાવે છે.
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા આ બંને મહાત્મા જે વચનો આપે છે તે વચનોને અને અન્ય વચનોને “એક સમયમાં બે ઉપયોગો નથી' ઇત્યાદિરૂપ અન્ય વચનોને કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ એક ઉપયોગ સ્થાપન માટે બતાવે છે. ફક્ત યુગપઉપયોગવાદી અને ક્રમિકઉપયોગવાદી તે તે શાસ્ત્ર વચનોનો જે પ્રકારે અર્થ કરે છે તેના કરતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા અન્ય રીતે અર્થ કરીને સ્વમતની પુષ્ટિ કરે છે.
યુગપદ્ ઉપયોગને કહેનારા શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા સ્વમતના સંપાદક સિદ્ધાંતવાક્ય કહે છે તેથી એ ફલિત થાય કે “સિદ્ધાનું લક્ષણ સાકાર-અનાકાર છે.” એમ પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે તેથી નક્કી થાય છે કે સિદ્ધો સતત તે લક્ષણવાળા છે, માટે સદા સાકાર-અનાકાર ઉપયોગવાળા છે.
વળી, કહ્યું કે “કેવલજ્ઞાનના ઉપયોગથી જાણે છે તેથી નક્કી થાય છે કે “કેવલદર્શનના ઉપયોગથી જાણતા નથી, પરંતુ જુએ છે અને કેવલજ્ઞાનના ઉપયોગથી જાણે છે. તેથી તેમના મતાનુસાર કેવલીમાં એક સાથે કેવલજ્ઞાન-કેવલદર્શન બંને ઉપયોગી છે તેમ સિદ્ધ થાય છે.
વળી, ક્રમિક ઉપયોગવાદી કહે છે કે, સર્વ લબ્ધિઓ સાકારઉપયોગમાં થાય છે તેથી કેવલીને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ લબ્ધિ સાકારઉપયોગમાં જ થાય છે. માટે પ્રથમ સમયમાં કેવલજ્ઞાન છે; કેમ કે સાકારઉપયોગમાં જ કેવલજ્ઞાન-કેવલદર્શનની લબ્ધિ થઈ શકે. ll૨/૧ના અવતારણિકા -
साकारानाकारोपयोगयोर्नेकान्ततो भेद इति दर्शयन्नाह सूरिः - અવતરણિતાર્થ :
સાકાર અને અનાકાર ઉપયોગનો એકાંતથી ભેદ નથી, એ પ્રમાણે બતાવતાં સૂરી કહે છે – ભાવાર્થ -
દર્શનનો ષેય દ્રવ્ય છે અને જ્ઞાનનો શેય પર્યાય છે તેમ સ્વીકારીએ તો શેયના ભેદથી સાકાર અને અનાકાર ઉપયોગનો ભેદ છે, પરંતુ સાકાર અને અનાકાર ઉપયોગનો જ્ઞાનના ઉપયોગરૂપે ભેદ નથી તેથી એકાંતથી ભેદ નથી; કેમ કે કેવલીને એક કાળમાં બે ઉપયોગ નથી કે ક્રમિક કેવલજ્ઞાનનો કે કેવલદર્શનનો ઉપયોગ નથી માટે શેયના ભેદથી કથંચિત્ સાકાર અને અનાકાર ઉપયોગનો ભેદ છે અને ઉપયોગાત્મક કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ છે એ પ્રમાણે બતાવીને સિદ્ધ ભગવંતનું એક સાકાર-અનાકાર લક્ષણ છે એમ શાસ્ત્રવચન બતાવીને કેવલીને એક કાળમાં જ્ઞાનનો અને દર્શનનો ઉપયોગ છે એમ જે યુગપ ઉપયોગવાદી કહે છે તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org