________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૪
૬૩ અહીં પ્રશ્ન થાય કે પર્યાયની સમસંખ્યક સામાન્યની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેમાં હેત કહે છે – સામાન્ય વિકલ એવા પર્યાયનો અસંભવ છે. આનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – વિશેષની સાથે તાદામ્યથી વ્યવસ્થિત એવા સામાન્યરૂપ દર્શનના વિષયના આતંત્યથી, દર્શનનું અપરિપણું અસિદ્ધ નથી, એથી તેના આતંત્વની=દર્શનના આતંત્યની, સિદ્ધિ થાય છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. ૨/૧૪ ભાવાર્થ
જો કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકપણું સ્વીકારવામાં ન આવે તો કેવલજ્ઞાનના વિષયભૂત પર્યાયો છે અને કેવલદર્શનના વિષયભૂત પર્યાયો નથી માત્ર દ્રવ્ય છે. માટે કેવલજ્ઞાનના વિષયભૂત અનંત પર્યાયની અપેક્ષાએ કેવલદર્શનનું અલ્પવિષયપણું પ્રાપ્ત થાય. માટે દર્શન અનંત છે અર્થાત્ કેવલજ્ઞાનની તુલ્ય છે એમ પ્રાપ્ત થાય નહીં અને શાસ્ત્રમાં ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન અનંત છે તેમ કહેલ છે તેનો વિરોધ પ્રાપ્ત થાય.
વળી દર્શનનો જ્ઞાનથી ભેદ સ્વીકાર કરાયે છતે અનંત વિશેષવર્તી જ્ઞાનરૂપ સાકાર ગ્રહણથી સામાન્ય માત્ર અવલંબી એવું કેવલદર્શન નક્કી પરિત્ત થાય=અલ્પ થાય=કેવલજ્ઞાનના વિષય કરતાં અલ્પ થાય. જેથી કેવલજ્ઞાન તુલ્ય કેવલદર્શનનો વિષય બને નહીં. માટે કેવલદર્શનને અનંત સ્વીકારી શકાય નહીં. જો કેવલજ્ઞાન અને કેવલદર્શનને અનંત સ્વીકારવું હોય તો જ્ઞાન-દર્શનનું એકત્વ સ્વીકારવું જોઈએ એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.
વળી યુગપદ્ ઉપયોગઢયવાદી પૂજ્ય શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે –
શાસ્ત્રમાં અનંત દર્શન પ્રજ્ઞપ્ત છે એ પ્રકારની ગાથાના પૂર્વાર્ધની પ્રતિજ્ઞામાં ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ સાર હિનદિ ય ળિયHડપત્તિ' એ હેતુ અર્થમાં છે. તે હેતુ કઈ રીતે થાય છે ? તે બતાવવા માટે ‘fજયમ' પછી “પર” છે ત્યાં અકારનો પ્રશ્લેષ કરેલ છે. એનો અર્થ કરતાં કહે છે –
સાકારરૂપ વિશેષમાં રહેલું જે સામાન્ય છે તેનું જે ગ્રહણ છે તે દર્શન છે અને તે દર્શનનો નિયમ=અવશ્યભાવ, તેના કારણે=વિશેષગત સામાન્યના ગ્રહણનો અવશ્યભાવ છે તેના કારણે, અપરિત્ત=અપરિમાણપણું, છે=વિશેષની જેમ સામાન્યરૂપ દર્શનના વિષયનું પણ અપરિમાણપણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે પ્રમાણે કેવલજ્ઞાન અનંત છે તે પ્રમાણે દર્શન પણ અનંત છે; કેમ કે સાકાર અંતર્ગત જે સામાન્યનું ગ્રહણ છે તે નિયમા કેવલજ્ઞાનની જેમ અપરિત્ત છે એ પ્રમાણે ગાથાનો અર્થ સ્વીકાર્યો છે અને તેમ સ્વીકારવાથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શન પણ યુગપઉપયોગયવાદીના મતે અનંત સિદ્ધ થશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org