________________
૩૨
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૫-૬
બેને જુદા સ્વીકારવા જોઈએ નહીં; પરંતુ સર્વ દ્રવ્યના અને સર્વ પર્યાયના બોધનું આવારક એક જ કર્મ છે અને તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો વિષયક સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે તેમ સ્વીકારવું જોઈએ. વસ્તુતઃ શાસ્ત્રકારો તેમ સ્વીકારતા નથી, પરંતુ કેવલજ્ઞાન-કેવલદર્શનને જુદા સ્વીકારે છે, તેથી નક્કી થાય છે કે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર છે માટે શાસ્ત્રકારોએ બંનેને જુદા સ્વીકાર્યા છે. એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
જેમ શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનનું ભિન્ન આવરણ છે તેથી શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એકાંતથી એક નથી અર્થાત્ શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન જ્ઞાનરૂપે એક છે, છતાં શ્રુતજ્ઞાન વચનોને અવલંબીને ભિન્ન પ્રકારના ક્ષયોપશમથી થાય છે અને અવધિજ્ઞાન સાક્ષાત્ આત્મપ્રદેશોથી તથાપ્રકારના ક્ષયોપશમને કારણે થાય છે, તેથી જ્ઞાનરૂપે એક હોવા છતાં શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સર્વથા એક નથી તેમ જે માન્યતાવાળા આચાર્યો કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયને સ્વીકારે છે તે માન્યતાવાળા આચાર્યોના મતે એક કાળમાં થતા એવા પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન એકાંતથી એક નથી; કેમ કે કેવલજ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે અને કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન ઉત્પન્ન થયું છે. ર/પા અવતરણિકા :
यज्जातीये यो दृष्टस्तज्जातीय एवासावन्यत्राप्यभ्युपगमार्हो न जात्यन्तरे धूमवत् पावकेतरभावाभावयोः अन्यथानुमानादिव्यवहारविलोपप्रसङ्गादित्याह - અવતરણિકાર્ય :
જે જાતીયમાં=લયોપશમજાતીયમાં, જે જોવાયું છે=જે ઉપયોગનો ક્રમ જોવાયો છે, તદ્ જાતીયમાં જ=ક્ષયોપશમજાતીયમાં જ, આ જ=ક્રમિક ઉપયોગ જ, અન્યત્ર પણ શ્રુતજ્ઞાતથી અન્યત્ર અવધિજ્ઞાન આદિમાં પણ, સ્વીકારવો યોગ્ય છે. જાત્યંતરમાં નહીં ક્ષાવિકજાતીય એવા કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં નહીં. પાવકઈતરભાવાભાવમાં ધૂમની જેમ=અગ્નિના ભાવમાં અને અગ્નિથી ઈતરના અભાવમાં અર્થાત્ અગ્નિના અભાવમાં ધૂમની જેમ અર્થાત્ અગ્નિના ભાવમાં ધૂમની પ્રાપ્તિ છે અને અગ્નિના અભાવમાં ધૂમની પ્રાપ્તિ નથી તેની જેમ, અન્યથા જે જાતીય સાથે જેની વ્યાપ્તિ જોવાઈ હોય તે જાતીયથી અન્યત્ર ગ્રહણ કરવામાં આવે તો, અનુમાનાદિ વ્યવહારના વિલોપનો પ્રસંગ આવે. એને કહે છે – ભાવાર્થ :
પૂર્વ ગાથામાં અનુમાન પ્રમાણથી સ્થાપન કર્યું કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં છે અને ત્યાં ન'થી કોઈએ શંકા કરેલ કે શ્રુત આદિમાં આવરણનો ક્ષયોપશમ હોવા છતાં શ્રુત આદિ અનુત્પદ્યમાન ક્યારેક દેખાય છે તેમ કેવલદર્શનના આવરણનો ક્ષય થયો હોવા છતાં પણ કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનનો ઉપયોગ નથી તેમ સ્વીકારી શકાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org