________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ ભેદપક્ષમાં અને ગુણ-ગુણીના અભેદપક્ષમાં એકાંતે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસાન પ્રાપ્ત થતું નથી, તેથી ક્રમવાદીના પક્ષમાં અનેકાંતનો વિરોધ છે અર્થાત્ કથંચિત્ કેવલજ્ઞાન-કેવલદર્શન પર્યવસાન છે અને કથંચિત્ અપર્યવસાન છે એ રૂપ અનેકાંતનો વિરોધ છે. વસ્તુતઃ નિશ્ચયનયને અવલંબીને ગુણ-ગુણીનો અભેદ કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી કેવલજ્ઞાન-કેવલદર્શનનું અપર્યવસાન સ્થાપવું હોય તો જે પર્યાય ઉત્પન્ન થયા પછી તત્સદશ પર્યાય સદા રહેતો હોય તો તે પર્યાયનો તે દ્રવ્ય સાથે અભેદ કરીને તે પર્યાયનું અપર્યવસાન સ્વીકારી શકાય. જેમ સિદ્ધના આત્મા મુક્તપણાને પામ્યા પછી ક્યારેય સંસારપર્યાયને પામતા નથી તેથી નિશ્ચયનયથી સિદ્ધના આત્મા સાથે સિદ્ધપર્યાયનો અભેદ કરીને દ્રવ્યાસ્તિકનય સિદ્ધઅવસ્થાને સાદિ અનંત કહે છે. આમ, દ્રવાસ્તિકનયની દૃષ્ટિથી સિદ્ધપર્યાય સાદિ અનંત છે અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી સિદ્ધપર્યાય પ્રતિક્ષણ અન્ય અન્યરૂપ થાય છે, માટે સિદ્ધપર્યાય વિષયક અનેકાંતનો વિરોધ નથી, પરંતુ સિદ્ધના જીવોને અમુકકાળ પછી સંસારપર્યાય પ્રાપ્ત થતો હોય અને ફરી સિદ્ધપર્યાય પ્રાપ્ત થતો હોય તો દ્રવ્યાસ્તિકનય પણ સિદ્ધના જીવોના સિદ્ધપર્યાયને સાદિઅનંત કહી શકે નહીં તેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમિક સ્વીકારવામાં આવે તો દ્રવ્યાસ્તિકનયથી પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાદિસાંત છે તેમ માનવું પડે અને પર્યાયને જોનાર પર્યાયાસ્તિકનયથી પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાદિસાંત છે તે માનવું પડે, માટે અનેકાંતનો વિરોધ છે.
તેથી ક્રમ એકાંતમાં=કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમસર થાય છે એ પ્રકારના એકાંત સ્વીકારમાં, કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસાન છે તે વચન સંગત થાય નહીં.
અહીં ક્રમવાદી કહે કે અક્રમવાદીના પક્ષમાં પણ અનેકાંતનો વિરોધ પ્રાપ્ત થશે. તેને અક્રમવાદી કહે છે કે અમારા પક્ષમાં અનેકાંતનો વિરોધ નથી; કેમ કે રૂપ-રસાત્મક એકદ્રવ્યની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્ય અમે સ્વીકારીએ છીએ તેથી અનેકાંતનો વિરોધ થશે નહીં.
અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્ય સ્વીકારવાથી કઈ રીતે અનેકાંતનો વિરોધ ન થાય ? તેથી કહે છે –
કેવલીદ્રવ્યનું કેવલજ્ઞાન-કેવલદર્શન સાથે અક્રમરૂપપણું હોય તો કેવલીદ્રવ્યાત્મકપણાથી કેવલજ્ઞાનકેવલદર્શનનું પણ અક્રમાત્મક પ્રાપ્ત થાય. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસાન પ્રાપ્ત થશે.
આશય એ છે કે કેવલીદ્રવ્યમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ સદા વર્તે છે, ક્રમસર વર્તતો નથી. તેથી દ્રવ્યાસ્તિકનય કેવલજ્ઞાનને અને કેવલદર્શનને સાદિ અપર્યવસિત સ્વીકારી શકે અને પર્યાયાસ્તિકનય કેવલજ્ઞાનને અને કેવલદર્શનને સાદિ સાત સ્વીકારી શકે. તેથી કેવલજ્ઞાન-કેવલદર્શનના અક્રમપક્ષમાં અનેકાંતનો વિરોધ નથી. અહીં ક્રમઉપયોગવાદી કહે કે કેવલજ્ઞાન-કેવલદર્શનનો કેવલીદ્રવ્યરૂપપણાથી તથાભાવ છેસાદિ અપર્યવસિત છે, સ્વરૂપથી નથી= કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વરૂપથી સાદિ અપર્યવસિત નથી માટે ક્રમિક ઉપયોગ સ્વીકારવામાં પણ કેવલીદ્રવ્યરૂપપણાથી કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અપર્યવસિત સ્વીકારી શકાશે.
આશય એ છે કે જ્યારે જીવ કેવલજ્ઞાન પામે છે ત્યારપછી તે કેવલી કેવલજ્ઞાનના અને કેવલદર્શનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org