________________
૪૯
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦ જાણતા કેવલી તઆત્મક સામાન્યને ત્યારે જ જુએ છે એમ આગળ સાથે વનો અવ્યય છે અને રિ' પછી આકારાત્મકને ઠેકાણે અનાકારાત્મક પાઠ ભાસે છે. તેનો અર્થ આ પ્રમાણે છે –
જો અલાકારાત્મક વસ્તુ ભવનરૂપ કે ભાવનાત્મકરૂપ આકારાત્મક છે અર્થાત્ અનાકારરૂપ જે દ્રવ્ય છે એ રૂપ વસ્તુ કોઈક રૂપે થતી હોય માટે ભવનરૂપ છે અને કોઈક રૂપે થયેલી હોય માટે ભાવનાત્મક છે તેવી વસ્તુ કોઈક પર્યાયરૂપ આકારાત્મક છે; કેમ કે સામાન્ય-વિશેષનું અવિભિગવૃત્તિપણું છે અર્થાત્ દ્રવ્યરૂપ સામાન્ય અને પર્યાયરૂપ વિશેષ પરસ્પર વિભાગ વગર રહેલા છે. સર્વ આકારને અનાકારાત્મક-આકારાત્મક વસ્તુના સર્વ સાકારને જાણતા એવા કેવલી તદાત્મક=આનાકારાત્મક સામાન્યને ત્યારે જ જુએ છે અથવા તેને જોતા=સામાન્યને જોતા, તેનાથી અવ્યતિરિક્ત વિશેષને= સામાન્યથી અભિન્ન એવા વિશેષને, ત્યારે જ જાણે છે; કેમ કે સર્વજ્ઞના ઉપયોગનું ઉભયાત્મક વસ્તુના અવબોધરૂપે એકરૂપપણું છેકદ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના અવબોધરૂપે એકસ્વરૂપપણું છે. તો=પૂર્વમાં કહ્યું એવું માનો તો, તેનું કેવલીનું, સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું સર્વકાલ ઘટે છે; કેમ કે તેનું=સર્વજ્ઞતા ઉપયોગનું પ્રતિક્ષણ ઉભયાત્મક એકરૂપપણું છે.
જો કેવલીના કેવલજ્ઞાન-કેવલદર્શનનો સર્વકાલ એક ઉપયોગ સ્વીકારવામાં ન આવે પરંતુ કેવલજ્ઞાનકેવલદર્શનનો ક્રમિક ઉપયોગ સ્વીકારવામાં આવે તો, “અથવાથી કહે છે –
અથવા સર્વ=સામાન્ય વસ્તુ અને આકારાત્મક વસ્તુને, કેવલી જોતા નથી અને જાણતા નથી; કેમ કે તથાભૂત એવા તે બેનું સામાવ્યાત્મક અને વિશેષાત્મક એવા દ્રવ્ય અને પર્યાયનું, અસત્ત્વ છે= પૃથફરૂપે અસત્ત્વ છે. કેવી રીતે કેવલી જોતા નથી ? તેથી કહે છે – જાત્યંધની જેમ અથવા આકાશની જેમ જોતા નથી કે જાણતા નથી.
જો કેવલી એકકાલમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બે ઉપયોગવાળા હોય, પરંતુ એક કેવલજ્ઞાનના ઉપયોગથી સામાન્ય-વિશેષ ઉભયને જાણતા ન હોય તો, “અથવા'થી કહે છે –
અથવા સર્વતે જાણતા નથી સામાન્ય વિશેષાત્મક સર્વ પદાર્થને જાણતા નથી કેમ કે એક દેશમાં ઉપયોગ વૃત્તિપણું છે=કેવલજ્ઞાનના ઉપયોગનું પર્યાયરૂપ એકદેશમાં વૃત્તિપણું છે, અને કેવલદર્શનરૂપ ઉપયોગનું દ્રવ્યરૂપ એકદેશમાં વૃત્તિપણું છે મતિજ્ઞાનીની જેમ. આનાથી શું ફલિત થયું="અથવાથી જે બે વિકલ્પો બતાવ્યા તેનાથી શું ફલિત થયું ? તે બતાવે છે – યુગપ કે ક્રમથી એકાંતભિન્નઉપયોગદ્વયવાદીના મતમાં સર્વશતા-સર્વદર્શિતા નથી=કેવલીમાં સર્વજ્ઞતા તથી અને સર્વદર્શિતા નથી, એ પ્રકારનો આચાર્યનો આશય છે.
અને અહીં-કેવલીના ઉપયોગમાં, પૂજ્ય શ્રી જિનભદ્રગણીશમાશ્રમણને અયુગ૫ર્ભાવી ઉપયોગદ્વય અભિમત છે=ક્રમિક એવા કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગદ્વય અભિમત છે. વળી શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org