________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૬
૩૩ તેના નિવારણ માટે કહે છે કે ક્ષયોપશમજાતીય એવા શ્રુતજ્ઞાનાવરણમાં જે ક્રમિક ઉપયોગ જોવાયો છે તે ક્રમિક ઉપયોગ તજાતીય એવા ક્ષયોપશમભાવવાળા અવધિજ્ઞાનાદિમાં સ્વીકારી શકાય, પરંતુ જાત્યંતર એવા ક્ષાયિકભાવમાં તે પ્રકારનો ક્રમિક ઉપયોગ સ્વીકારી શકાય નહીં. જેમ મહાનસમાં ધૂમજાતીય અને અગ્નિજાતીયનું સાહચર્ય દર્શન થયું છે તેના બળથી અન્યત્ર એવા પર્વતમાં પણ ધૂમજાતીયને જોઈને ત્યાં અગ્નિજાતીય વસ્તુ છે તેનો નિર્ણય થઈ શકે છે અને અનુમાન કરાય છે કે પર્વતમાં ધૂમ દેખાય છે માટે પર્વતમાં અગ્નિનો ભાવ છે અને અગ્નિથી ઇતર એવા અગ્નિના અભાવમાં ધૂમનો અભાવ છે. તેમ પ્રસ્તુતમાં પણ અનુમાન કરી શકાય કે શ્રુતજ્ઞાનમાં ક્રમિક ઉપયોગ થાય છે અક્રમિક નથી. તે રીતે અવધિજ્ઞાનમાં પણ ક્રમિક ઉપયોગ છે અક્રમિક નથી, પરંતુ શ્રુતજ્ઞાનના ક્રમિક ઉપયોગના બલથી ક્ષાયિક જાતિવાળા કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં પણ ક્રમિક ઉપયોગ છે તેમ સ્થાપન થઈ શકે નહીં. જેમ ધૂમજાતીય સાથે વહ્નિની વ્યાપ્તિ ગ્રહણ કર્યા વગર ધૂમરૂપ દ્રવ્યનેદ્રવ્યત્વરૂપે ધૂમને, ગ્રહણ કરીને અગ્નિ સાથે વ્યાપ્તિ બંધાય નહીં, પરંતુ ધૂમજાતીય સાથે અગ્નિની વ્યાપ્તિ નક્કી થઈ શકે, પરંતુ ધૂમ અને ઇતર સાધારણ એવા દ્રવ્યત્વના બળથી અગ્નિની વ્યાપ્તિ ગ્રહણ થાય નહીં તેમ ક્ષયોપશમભાવવાળા સાથે ક્રમિક ઉપયોગની વ્યાપ્તિ થઈ શકે, પરંતુ ક્ષયોપશમભાવમાં દેખાતા ક્રમિક ઉપયોગના બલથી ક્ષયોપશમ-સાયિકસાધારણ ક્રમિકભાવની વ્યાપ્તિ બાંધી શકાય નહીં અને તેમ સ્વીકારવામાં આવે તો સર્વત્ર અનુમાનાદિ વ્યવહારનો લોપ થાય. એને સામે રાખીને ગાથામાં બતાવે છે –
ગાથા :
भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नत्थि ।।२/६।।
છાયા :
भण्यते क्षीणावरणे यथा मतिज्ञानजिने न सम्भवति ।
तथा क्षीणावरणीये विश्लेषतो दर्शनं नास्ति ।।२/६।। અન્વયાર્ચ -
નદ જે પ્રમાણે, લીવરનેત્રક્ષણાવરણ એવા, નિt=જિનમાં, મફUTi=મતિજ્ઞાન સંમવા =સંભવતું નથી. (એમ) મUUફ કહેવાય છે. ત=તે પ્રમાણે, જીવરબ્લેિકક્ષીણઆવરણવાળા કેવલીમાં, વિસગોવિશ્લેષથી=જ્ઞાનઉપયોગથી અત્યકાળમાં, રંસ સ્થિ=દર્શન નથી. In૨/૬ ગાથાર્થ :
જે પ્રમાણે ક્ષીણાવરણ એવા જિનમાં મતિજ્ઞાન સંભવતું નથી એમ કહેવાય છે તે પ્રમાણે ક્ષીણઆવરણવાળા કેવલીમાં વિશ્લેષથી=જ્ઞાન ઉપયોગથી, અન્યકાળમાં દર્શન નથી. 1ર/li
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org