________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨
૧૧ માટી નથી તેમ જ્ઞાનરૂપ વિશેષાંશ વિકલ દર્શન નથી અને જ્ઞાનમાં પણ સામાન્યાંશ નિવૃત્ત નથી અર્થાત્ જેમ સ્થાસ, કોશાદિ વિશેષ અવસ્થામાં પણ મૃરૂપ સામાન્યાંશ નિવૃત્ત નથી તેમ જ્ઞાનના ઉપયોગકાળમાં પણ સામાન્યાંશ નિવૃત્ત નથી.
અહીં પ્રશ્ન થાય કે જ્યારે છબસ્થ જીવ કોઈ પદાર્થ વિષયક દ્રવ્યાસ્તિકનું આલોચનમાત્ર કરે છે ત્યારે સામાન્ય ઉપયોગ હોય છે તે વખતે વિશેષાંશ કેવા પ્રકારનો હોય છે ? તેથી કહે છે –
ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક અને ઔદયિક ભાવોને આશ્રયીને આત્મામાં વિશેષરૂપપણું છે અને તે વિશેષરૂપપણું જ્ઞાનસ્વભાવ છે, તેથી દર્શનઉપયોગકાળમાં પણ તે સર્વ ભાવોને આશ્રયીને જ્ઞાનાંશ નિવૃત્ત નથી.
આશય એ છે કે કોઈ જીવને ઔપશમિક ભાવનું સમ્યક્ત હોય, કોઈ જીવને ક્ષાયિક ભાવનું સમ્યક્ત હોય, કોઈ જીવને ક્ષયોપશમ ભાવનું સમ્યક્ત હોય કે કોઈ જીવને ક્ષયોપશમભાવનું ચારિત્ર હોય વળી કોઈક જીવને ઔદયિક ભાવરૂપે મિથ્યાત્વ હોય કે ઔદયિક ભાવરૂપે અવિરતિ હોય. વળી તે સર્વ કાળમાં જેને જેટલી ભૂમિકાનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોય તે સર્વથી સંવલિત એવો જ્ઞાનનો પરિણામ તે જીવમાં તે તે ક્ષયોપશમાદિ કાળમાં વર્તે છે, જે જ્ઞાનના પરિણામરૂપ છે. આવો જીવ કોઈક પદાર્થના બોધ માટે આલોચનમાત્ર કરે ત્યારે વિશેષાકાર વગરનો સામાન્ય આકારરૂપ દર્શન ઉપયોગ વર્તે છે. આ દર્શનઉપયોગ પણ અંતરંગ રીતે વર્તતા ઓપશમિકાદિ ભાવોજન્ય જ્ઞાનથી યુક્ત છે, માટે તે દર્શનનો ઉપયોગ પ્રધાનરૂપે છે, અને તે વખતે ગૌણરૂપે જ્ઞાનનો ઉપયોગ છે.
વળી તે જીવને ઉત્તરમાં જ્યારે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે જ્ઞાનનો ઉપયોગ પણ પૂર્વના દર્શનના ઉપયોગથી સંવલિત જ હોય છે, કેમ કે પૂર્વમાં જે સામાન્ય બોધ કર્યો તે વસ્તુ વિષયક જ ઉત્તરમાં બોધ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેમ પિંડ અવસ્થામાં માટી પ્રધાન દેખાય છે તે વખતે પણ પિંડઅવસ્થારૂપ વિશેષ છે તેમ સામાન્ય ઉપયોગકાળમાં પણ અંતરંગ રીતે વર્તતા ઔપશમિકાદિ ભાવોજન્ય જ્ઞાન સ્વભાવ તો છે જ. વળી ક્યારેક તે માટી જ સ્થાસ આદિ વિશેષ અવસ્થાને પામે છે ત્યારે પણ માટી તે અવસ્થામાં છે, તેમ તે સામાન્ય બોધની ઉત્તરમાં જ્ઞાનનો વિશેષ ઉપયોગ પ્રવર્યો ત્યારે પણ તે સામાન્ય બોધ તે વિશેષ ઉપયોગમાં અનુગત છે. આથી જ જે દ્રવ્ય વિષયક સામાન્ય બોધ હતો તદ્ વિષયક જ ઉત્તરમાં જ્ઞાન થાય છે.
અહીં વિશેષ એ છે કે કોઈ જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તે પથમિક, લાયોપથમિક કે ક્ષાયિક ભાવનું હોય તે સમ્યક્તના ક્ષયોપશમાદિ ભાવો તે જીવના મતિજ્ઞાનમાં જ વિશેષતા કરે છે. આથી જ મતિજ્ઞાનના રુચિરૂપ અપાયાંશને સમ્યસ્વરૂપે શાસ્ત્રકારોએ સ્વીકાર્યું છે, તેથી સમ્યત્વનો ક્ષયોપશમ કે ક્ષય કે ચારિત્રનો ક્ષયોપશમ કે ક્ષય તે સર્વ જીવના બોધમાં જ વિજાતીયતા ઉત્પન્ન કરે છે. આથી જ મિથ્યાદૃષ્ટિ જીવોના કે અવિરતિવાળા જીવોના સામાન્ય બોધકાળમાં તેઓનો જે જ્ઞાનનો પરિણામ છે તેના કરતાં સમ્યગ્દષ્ટિ કે ચારિત્રી આદિના જ્ઞાનના પરિણામમાં વિલક્ષણતા પ્રાપ્ત થાય છે અને જ્ઞાનના પરિણામની વિલક્ષણતાકૃત જ તે જ્ઞાનના પરિણામથી બંધ કે નિર્જરાદિના ભેદો પડે છે. વળી જે જીવનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org