________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારથી અને જ્ઞાતા આદિ સર્વ ભેદોથી પોતાની ભાવના પ્રમાણે વ્રતોને સ્વીકારીને પ્રત્યાખ્યાન વગેરે કરે. વિશેષાર્થ– અહીં જ્ઞાતા આદિ એમ કહીને ચાર ભાંગા જણાવ્યા છે. તે આ પ્રમાણે—(૧) વ્રત આપનાર ગુરુ વ્રતોના અર્થ વગેરેના જાણકાર હોય અને વ્રત લેનાર પણ વ્રતોના અર્થ વગેરેનો જાણકાર હોય. (૨) આપના૨-લેનાર બંને જાણકાર ન હોય. (૩) આપનાર જાણકાર હોય, લેનાર જાણકાર ન હોય. (૪) આપનાર જાણકાર ન હોય, લેનાર જાણકાર હોય.
સર્વ ભેદોથી એમ કહીને દ્વિવિધ-ત્રિવિધ વગેરે ભેદોનું સૂચન કર્યું છે. (૧૪)
૮૬
सव्वोवहाणनिरओ, विहिपडिपुण्णो य सव्वकज्जेसु । जिणधम्मं परमट्टं, सेसमणट्टं मुणेइ सया ॥ १५ ॥ सर्वोपधाननिरतो विधिप्रतिपूर्णश्च सर्वकार्येषु ।
નિનધર્મ પરમાર્થ શેષમનથૅ નાનાતિ સવા | શ્ .....................(૨૦ ગાથાર્થ– સર્વ (=વિવિધ) તપશ્ચર્યામાં તત્પર અને સર્વ ધર્મ કાર્યોમાં વિધિનું સંપૂર્ણ પાલન કરનાર શ્રાવક સદા જૈનધર્મને તત્ત્વરૂપ (=૫૨મ કલ્યાણકારી) અને એ સિવાય બધાને અતત્ત્વરૂપ (=અહિતકારી) જાણે છે. (૧૫)
अरिहंताइपयदससु, भत्तिपुव्वं खु संसणिरविक्खं । पच्चक्खाणं जंकिंचि होइ णियपरमुभयगाणं ॥ १६ ॥
.
अर्हदादिपदेदशसु भक्तिपूर्वं खलु शंसानिरपेक्षम् । પ્રત્યારાનું યત્કિંશ્ચિત્ ભવતિ નિન-પોમયાનામ્ ॥ ૨૬ ........૨૦૨૨ ગાથાર્થ—(જૈનશાસનમાં) સ્વસંબંધી, પ૨સંબંધી કે સ્વ-પર ઉભયસંબંધી જે કાંઇ પચ્ચક્ખાણ થાય છે તે અરિહંત આદિ દશ પદોની ભક્તિપૂર્વક અને (ભૌતિક સુખની) આશંસાથી નિરપેક્ષ થાય છે, અર્થાત્ પોતે, બીજાઓ કે સ્વ-પર બંને જે કંઇ પચ્ચક્ખાણ કરે તે અરિહંત આદિની ભક્તિપૂર્વક અને ભૌતિક સુખની આશંસાથી રહિત બનીને કરે. (૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org