________________
સંબોધ પ્રકરણ
૩૦૮ - અધિક જીવો પ્રત્યે કૃપાદિથી યુક્ત હોય છે, અર્થાતુ અહિંસાદિ ધર્મને સિદ્ધ કરનારો નીચી કક્ષાના એટલે કે અહિંસાદિ ધર્મ ન સ્વીકારી શકે એવા જીવો પ્રત્યે કૃપા, અહિંસાદિ ધર્મ લઈ શકે તેવા મધ્યમ કક્ષના જીવો પ્રત્યે તે આપવાનો ઉપકાર અને અહિંસાદિ સિદ્ધ કરી ચૂકેલા ઊંચી કક્ષાના આત્માઓ પ્રત્યે વિનય એમ કૃપા, ઉપકાર અને વિનય એ ત્રણ ગુણ દાખવનાર હોય. એ પછી (૫) વિનિયોગ આશય જોઈએ. વિનિયોગ એટલે બીજાને અહિંસાદિ ધર્મમાં જોડવાનું કામ કરવું જોઇએ, તેથી તે ધર્મની અવિચ્છિન્ન પરંપરા સિદ્ધ થાય અને એથી મહાફળ અવશ્ય સિદ્ધ થાય છે. કેમકે સ્વ સાથે પરનો ઉપકાર કરવાની બુદ્ધિ, એ આગામી અનેક જન્મમાં સતત જાગ્રત રહીને ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું કારણ બને છે, એ પછી મહાફળ કેમ સિદ્ધ ન થાય?
આ પ્રણિધાનાદિ પાંચ એ મુખ્યતયા વિશિષ્ટ ચિત્તની પરિણતિ રૂપ હોવાથી આશય કહેવાય છે. એ વિનાની ક્રિયા ધર્મ માટે નથી થતી. ચરમાવર્તિમાં યાને અંતિમ પુદ્ગલ પરાવર્તન કાળમાં જ આ આશય પ્રાપ્ત થઈ શકે છે. તેમ ત્યાં જ ભવાભિનંદીપણું ટળી મોક્ષાભિલાષીપણું પ્રગટી શકે છે. એ માટે અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. (પરમ તેજ ભાગ-૧, પૃ.૨૨૫માંથી સાભાર) तत्थ ववहारपणगं, नाऊणं दिज्जए जहाजुग्गं । पुरिसाणं चउकण्णं, छकण्णगं होइ इत्थीणं ॥४४॥ तत्र व्यवहारपञ्चकं ज्ञात्वा दीयते यथायोग्यम् । પુરુષાનાં વાળ વ ભવતિ સ્ત્રમ્ II ૪૪ I .... ૨૩૨૨ ગાથાર્થ– તેમાં પાંચ વ્યવહારોને જાણીને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. આલોચના આપવામાં પુરુષોને ચાર કાન અને સ્ત્રીઓને છ કાન હોય.
વિશેષાર્થ– આલોચનાદાતા અને આલોચના લેનાર પુરુષ એ બેના મળીને ચાર કાન થાય, ગુરુ જો વૃદ્ધ હોય તો એકલા અને આલોચના લેનાર સાધ્વી કે સ્ત્રીવૃદ્ધ હોય તો પણ બીજી સાધ્વીને કે સ્ત્રીને સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org