Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૩૧૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– (૧) અપરિશ્રાવી– આલોચકે કહેલા અપરાધો બીજાને નહિ કહેનારા. (૨) ધીર. (૩) દઢસંઘયણવાળા. (૪) નિરાસવઆસવોથી રહિત, અર્થાત્ સંયમજીવનમાં અનુચિત કાર્ય કરીને નવાં પાપો ન બાંધનારા. (૫) પરનું હિત કરનારા. (૬) શાસનમાં વિદ્યમાન સૂત્ર, અર્થ અને સૂત્ર-અર્થ ઉભયને જાણનારા. (૭) વૃદ્ધ. (૮) પ્રસ્તુત પ્રાયશ્ચિત્ત સંબંધી જ્ઞાનરૂપનેત્રો જેમણે કર્યા છે તેવા, અર્થાત્ કયા અપરાધમાં કેટલું પ્રાયશ્ચિત્ત આવે ઈત્યાદિના જ્ઞાતા. (૯) શુદ્ધિજનક આઠ ગુણોથી યુક્ત. (૧૦) ક્ષમાશીલ. (૧૧) મન-ઇંદ્રિયોનું નિયંત્રણ કરનારા. (૧૨) શાંત. (૧૩) અનાશંસી– આલોચકની પાસે પોતાના સ્વાર્થ માટે કોઈ આશા નહિ રાખનારા, અથવા ધર્મના ફળરૂપે સાંસારિક ફળની આશંસાથી રહિત. (૧૪) ગ્રાહણાકુશલ– પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરાવવામાં કુશલ, અર્થાતુ અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા (કે પ્રેરણા દ્વારા) તપ વગેરે પ્રાયશ્ચિત્ત સુખપૂર્વક ગ્રહણ કરાવી શકે તેવા. આવા ગુરુ આલોચના આપવા માટે યોગ્ય કહ્યા છે. ' વિશેષાર્થ શુદ્ધિજનક આઠ ગુણો આ પ્રમાણે છેआयारवमाहारवं, ववहारुव्वीलए पकुव्वी अ। अपरिस्सावी निज्जव, अवायदंसी गुरू भणिओ ॥१॥ (શ્રીનિવા૫, ૨) ભાવાર્થ– (૧) “માયાર’=આચારવાન, જ્ઞાન અને ક્રિયા દ્વારા જ્ઞાનાદિ પાંચેય આચારોને પાળનારો', કારણ કે–એવા ગુણીનું વચન શ્રદ્ધા કરવા યોગ્ય બને. (૨) “માણવ’=“અવધારણાવાન', અર્થાત યાદ રાખવાની શક્તિવાળો. જે આવો હોય, તે જ આલોચકે કહેલા સર્વ અપરાધોને તેણે કહ્યા હોય તેમ હૃદયમાં ધારણ કરી શકે. (૩) વવહાર=(મદ્દ પ્રત્યયનો લોપ હોવાથી) વ્યવહારવાન, અર્થાત્ “આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા અને જીત–એ પાંચ પૈકી કોઈ અન્યતર (એક) વ્યવહારનો જાણ, વ્યવહારને જે જાણતો હોય, તે જ યથાયોગ્ય શુદ્ધિ કરી (પ્રાયશ્ચિત્ત આપી) શકે. તેમાં પહેલો “આગમવ્યવહાર' કેવલજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ તથા ચૌદ પૂર્વધારો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354