________________
૧૭૦ :
સંબોધ પ્રકરણ આવી સ્થિતિમાં તે પચાસ યોજના ઉપર જાય તો વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર લાગે. સો યોજન ઉપર જાય તો વ્રતભંગ થાય.
અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે-ઉપરની દિશામાં જે પ્રમાણ કર્યું હોય તેનાથી વધારે દૂર પર્વતના શિખર ઉપર કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી વસ્ત્ર કે આભૂષણ લઈને જાય તો ત્યાં ન જઈ શકાય. જો તે વસ્તુ (વસ્ત્ર કે આભૂષણ) પડી જાય કે બીજો કોઈ લઈ આવે તો લઈ શકાય. અષ્ટાપદ, ગિરનાર વગેરે પર્વતોમાં આવું બને. એ જ પ્રમાણે નીચે કૂવા વગેરેમાં પણ સમજવું. તથા તિછ દિશામાં જે પ્રમાણ લીધું હોય તેનું મન-વચન-કાયાથી ઉલ્લંઘન નહિ કરવું, તથા એક દિશામાંથી બીજી દિશામાં ઉમેરીને ક્ષેત્રવૃદ્ધિ નહિ કરવી જોઇએ. તે આ પ્રમાણે-કરિયાણું લઈને પૂર્વ દિશા તરફ પરિમાણ લીધું હોય ત્યાં સુધી જાય. પણ ત્યાં સુધીમાં કરિયાણું વેચાણું નહિ, આગળ જાય તો કરિયાણું વેચાય. આથી પશ્ચિમ દિશામાં જેટલા ગાઉ છૂટા હોય તે પૂર્વ દિશામાં ઉમેરી દે. આમ કરવાથી અતિચાર લાગે. જો અજાણતાં પરિમાણનું ઉલ્લંઘન થઈ જાય તો ખ્યાલ આવે એટલે તુરત ત્યાંથી પાછા ફરવું જોઈએ, અથવા આગળ ન વધવું જોઇએ; અને બીજાને પણ નહિ મોકલવો જોઇએ. મોકલ્યા વિના બીજો કોઈ ગયો હોય તો તે વસ્તુ લાવ્યો હોય તે વસ્તુ નહિ લેવી જોઈએ. અથવા ભૂલી જવાથી સ્વયં જાય તો ત્યાંથી કોઈ વસ્તુ નહીં લેવી જોઈએ. (ખ્યાલ આવ્યા પછી પણ આગળ જાય, બીજાને મોકલે કે નિયમ બહારની વસ્તુ લે તો નિયમ ભંગ થાય.) (૬૪) उवभोगो विगईओ, तंबोलाहार पुष्फफलमाई। परिभोगे वत्थसुवण्ण-माइयं इत्थिगेहाइं ॥६५॥ સવોનો વિકૃતય: તવોના-ડા-પુણ-જ્ઞાતિ પરિમાને વસ્ત્ર-સુવMતિ સ્ત્રી-હારીરિ II દૂધ II .... ગાથાર્થ (સાતમા વ્રતમાં ઉપભોગ અને પરભોગનું પરિમાણ કરવાનું હોય છે. આથી ઉપભોગ અને પરિભોગની વ્યાખ્યા જણાવે છે.) વિગઈઓ, તાંબૂલપાન, આહાર, પુષ્પ અને ફળ વગેરે ઉપભોગ કહેવાય છે. વસ્ત્ર, સુવર્ણ વગેરે, સ્ત્રી અને ઘર વગેરે પરિભોગ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org