________________
૨૭૨
- સંબોધ પ્રકરણ दीणो माई मच्छरठाणी किवणो भवाहिनंदी य। माणी अहलारंभी, अवेज्जपयदुट्ठदोसजुओ ॥२६॥ दीनो मायी मत्सरस्थानी कृपणो भवाभिनन्दी च । માની તારમી વેપલુટયુતઃ II રદ્દ ... .... ૨૪૫ર
ગાથાર્થ– અવેધસંવેદ્યપદથી યુક્ત જીવ દીન, માયાવી, મત્સરી, કૃપણ, ભવાભિનન્દી, માની અને નિષ્ફળ આરંભયુક્ત હોય છે.
વિશેષાર્થ– વેદ્ય-સંવેદ્યપદ– વેદ્ય એટલે વેદવા યોગ્ય=અનુભવવા યોગ્ય. સંવેદ્ય એટલે સંવેદન–અનુભવ. જે વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે તેનો અનુભવ થવો તે વેદ્ય-સંવેદ્ય છે. જેમ કે–વસ્તુ જેવા સ્વાદવાળી છે તેવા સ્વાદનો જીભથી અનુભવ થવો તે વેદ્ય-સંવેદ્ય, વેદ્યસંવેદ્ય પદથી વિરોધી અવેધસંવેદ્ય પદ છે. જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે તેનો અનુભવ ન થાય તે અવેદ્યસંવેદ્યપદ. જેમ કે–તાવમાં જીભ બગડી જાય ત્યારે સ્વાદિષ્ટ વસ્તુમાં પણ સ્વાદનો અનુભવ ન થાય. મીઠી વસ્તુ પણ કડવી જેવી લાગે. કમળો થાય ત્યારે ધોળી પણ વસ્તુ પીળી દેખાય છે. આ અવેદ્યસંવેદ્યપદ છે. આની આધ્યાત્મિક દૃષ્ટિએ ઘટના આ પ્રમાણે છે–મિથ્યાદષ્ટિ જીવમાં અૉસંવેદ્યપદ હોય અને સમ્યગ્દષ્ટિજીવમાં વેદ્યસંવેદ્યપદ હોય. કારણ કે મિથ્યાષ્ટિને પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે દેખાતા નથી=જણાતા નથી. સમ્યગ્દષ્ટિ જીવને જિનવચનના અનુસાર પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે દેખાય છે=જણાય છે.
દીન- સદાય અદૃષ્ટ કલ્યાણવાળો. (તેણે ક્યારેય પોતાનું કલ્યાણ ન જોયું હોય. ગુરુનો યોગ મળે, વ્યાખ્યાનાદિ સાંભળે, તો પણ એને આત્મકલ્યાણની ભાવના=શ્રદ્ધા ન થાય. આત્મહિત તરફ લક્ષ ન જ હોય. આવો જીવ સાધુ બને તો ય આત્મહિત ન સાધી શકે.)
માયાવી- પોતાના હૃદયમાં શું છે તેની બીજાને ખબર ન પડવા દે. અંગારમર્દક આચાર્ય વગેરેની જેમ અંદર જુદું હોય અને બહાર જુદું હોય.
મત્સરી–પરના કલ્યાણમાં (=ઉત્કર્ષમાં) દુઃખી થનારો. (એ બીજાનું સારું જોઈ ન શકે. બીજાનું સારું જોઈને ઈર્ષ્યા કરે. આવો જીવ સાધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org