________________
આલોચના અધિકાર
૨૮૭ ગાથાર્થ– સૂર્ય ધન રાશિમાં કે મીનરાશિમાં હોય અને ગુરુએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હોય ત્યારે આલોચના ન કરવી. ગંડ અને વ્યતિપાતમાં આલોચના ન કરવી. આ સિવાય બીજા પણ કુયોગોનો આલોચના આપવામાં ત્યાગ કરવો. (૬)
वसहि पवेयइत्ता, वासावासं तहा विवज्जित्ता। कयसम्मत्तविसुद्धी, जिणगुरुठवणारियाण पुरो ॥७॥ वसतिं प्रवेद्य वर्षावासं तथा विवर्ण्य । કૃતસચવર્તાવિશુદ્ધિનન-ગુ–સ્થાપનાવાનાં પુ | . ૪૮૪ ગાથાર્થ– વસતિનું પ્રવેદન કરીને આલોચના કરે. ચાતુર્માસને છોડીને આલોચના કરે, અર્થાત ચાતુર્માસમાં આલોચના ન કરે. સમ્યકત્વની વિશુદ્ધિ કરીને જિન, ગુરુ કે સ્થાપનાચાર્યની સમક્ષ આલોચના કરે.
વિશેષાર્થ– વસતિનું પ્રવેદન કરીને- જે સ્થાનમાં આલોચના કરવાની હોય તે સ્થાનની ચારે બાજુ સો ડગલોમાં વસતિ જોવી, એટલે કે સો ડગલામાં ક્યાંય હાડકાં, લોહી, મૃતપચંદ્રિયનું મડદું વગેરે અશુદ્ધિ જોવી. હાડકાં વગેરે અશુદ્ધિ હોય તો તેને દૂર કરવી. પછી ગુરુની પાસે આવીને ભગવદ્ ! સુદ્ધા વસહી હે ભગવંત ! વસતિ શુદ્ધ છે એમ જણાવવું. વસતિનું પ્રવેદન કરીને, એટલે કે વસતિશુદ્ધ છે, એમ જણાવીને આલોચના કરે. (૭)
आलोयणाणिमित्तं, गीयत्थगवेसणा य उक्कोसा। जोयणसयाई सत्त उ, बारस वासाइ कायव्वा ॥८॥ आलोचनानिमित्तं गीतार्थगवेषणा चोत्कृष्टा । યોગનશનિ સંત તુ દાતણ વર્ષા ઋર્તવ્યા II II ૨૪૮ ગાથાર્થ આલોચના માટે ગીતાર્થ ગુરુની ઉત્કૃષ્ટથી (ક્ષેત્રથી) સાતસો યોજન સુધી અને (કાળથી) બાર વર્ષ સુધી તપાસ કરવી જોઇએ. વિશેષાર્થ– અહીં આલોચનાચાર્યના ગુણોથી યુક્ત ગીતાર્થની શોધ કરવી એમ ન કહેતાં ગીતાર્થની શોધ કરવી એમ જે કહ્યું તેનાથી એ જણાવ્યું કે–સઘળા ગુણોથી યુક્ત આલોચનાચાર્ય ન મળે તો જે કેવળ સંવિગ્ન ગીતાર્થ હોય તે પણ આલોચનાચાર્ય છે. (૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org