________________
૩૦૨
સંબોધ પ્રકરણ આલોચના છે. મધ્યમ દોષોની આલોચના મધ્યમ આલોચના છે. નાના દોષોની આલોચના જઘન્ય આલોચના છે.
આકુટ્ટિકા– આકુટ્ટિકા એટલે ઇરાદાપૂર્વક દોષ સેવવાનો ઉત્સાહ. દર્પ- દર્પ એટલે દોડવું, કૂદવું, ઓળંગવું વગેરે અથવા હાસ્યજનક વચનાદિ. પ્રમાદ– પ્રમાદ એટલે પ્રતિલેખના-પ્રમાર્જના આદિમાં અનુપયોગ. કલ્પ– કલ્પ એટલે પુષ્ટ કારણથી ગીતાર્થ ઉપયોગપૂર્વક યતનાથી દોષને સેવે. (યતિજીતકલ્પ ગાથા-૨૫૦, જીતકલ્પ ગાથા૭૪) (૩૬-૩૭-૩૮) तिविहेण करणजोएण, सततपरतंतहेऊ नाऊण। ववहारपणगपुव्वं, जहक्कम कप्पभासाउ॥३९॥ त्रिविधेन करणयोगेन स्वतन्त्र-परतन्त्रहेतून् ज्ञात्वा । व्यवहारपञ्चकपूर्वं यथाक्रम कल्पभाष्याद् ॥ ३९ ॥ ..... .... ૨૫૨૬
ગાથાર્થ– કરવું-કરાવવું અનુમોદવું એ ત્રણ પ્રકારના કરણ અને મન-વચન-કાયા એ ત્રણ પ્રકારના યોગ આ નવ ભેદમાંથી કયા ભેદથી દોષ સેવ્યો છે તે જાણીને દોષ સ્વેચ્છાએ સેવ્યો છે કે પરાધીનતાથી સેવ્યો છે એમ દોષ સેવનના હેતુઓને જાણીને અનુક્રમે પાંચ પ્રકારના વ્યવહારપૂર્વક કલ્પભાષ્યના આધારે પ્રાયશ્ચિત્ત આપવું.
વિશેષાર્થ– આગમમાં આગમ, શ્રત, આશા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારનો વ્યવહાર છે. વ્યવહાર એટલે પ્રાયશ્ચિત્ત આપવાના આચારો. (=રીતો).
આગમ–જેનાથી અર્થો જણાય તે આગમ.કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદ, દશ અને નવ પૂર્વો એ છ આગમ છે. આગમ પ્રાયશ્ચિત્તના વ્યવહારનું કારણ હોવાથી વ્યવહાર કહેવાય છે.
શ્રુત- અંગ અને અંગ સિવાયનું શ્રુતજ્ઞાન. (અર્થાત્ નિશીથ, કલ્પ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ વગેરે શ્રતગ્રંથોના આધારે પ્રાયશ્ચિત્ત આપવું તે શ્રુતવ્યવહાર.)
આજ્ઞા– એક ગીતાર્થ અન્ય સ્થળે રહેલા ગીતાર્થ પાસે પોતાની આલોચના કરવાની હોય ત્યારે પોતે ત્યાં ન જઈ શકવાથી અગીતાર્થને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org