________________
૨૮૦
સંબોધ પ્રકરણ
उपशम-वेदक-क्षायिका अविरतसम्यग्दृष्ट्यादिसम्यग्दृष्टिषु । ૩૫શાન્તાપ્રમત્તા તથા સિદ્ધાન્તા યથાશ્રમશ: II 8? I ૨૪૬૭
ગાથાર્થ– ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યકત્વ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે સમ્યગ્દષ્ટિ જીવોમાં હોય અને અનુક્રમે ઉપશાંતમોહ, અપ્રમત્ત અને સિદ્ધો સુધી હોય.
વિશેષાર્થ– ઉપશમ વગેરે ત્રણ સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેમાં હોય, એનો અર્થ એ થયો કે પ્રથમના ત્રણ ગુણસ્થાનોમાં ન હોય. આ ત્રણ સમ્યક્ત્વ ક્યારથી હોય તે કહ્યું. હવે ક્યાં સુધી હોય? એમ જણાવતા કહે છે કે ઉપશમસમ્યક્ત્વ ઉપશાંતમોહ (અગિયારમા) ગુણસ્થાન સુધી હોય. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ અપ્રમત્તગુણસ્થાન સુધી હોય. (આઠમા વગેરે ગુણસ્થાનમાં ઉપશમ કે ક્ષાયિક સમ્યક્ત્વ હોય.) ક્ષાયિક સમ્યક્ત્વ સિદ્ધો (=સિદ્ધાવસ્થા) સુધી હોય. અહીં પરમાર્થ એ છે કે–અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનમાં ત્રણે સમ્યકત્વ પૂર્વે જે કહ્યાં તે હોય છે. જુદા જુદા જીવને આશ્રયી અથવા એક જ જીવને જુદા જુદા કાળ આશ્રયી એ ત્રણે સમ્યક્ત્વ હોય છે.) તથા અપૂર્વકરણ અનિવૃત્તિબાદર-સૂક્ષ્મસંપરાય અને ઉપશાંતમોહ એ ચાર ગુણસ્થાનવાળા જીવો કોઈ ક્ષાયિક સમ્યકત્વવાળા હોય છે, અથવા તો કોઈ ઉપશમ સમ્યક્ત્વવાળા હોય છે, પરંતુ ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા હોતા નથી. તથા ક્ષીણમોહ-સયોગિકેવલી અને અયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનવાળા જીવો તથા સર્વે સિદ્ધપરમાત્મા ક્ષાયિક સમ્યકત્વવાળા જ હોય. પરંતુ ઉપશમ કે ક્ષયોપશમ સમ્યકત્વવાળા હોતા નથી.) (૪૧).
वेमाणिया य मणुया, रयणाइतिनिरआ असंखवासतिरिया य। तिविहा सम्मट्ठिी, वेयगउवसामगा सेसा ॥ ४२ ॥ वैमानिकाश्च मनुजा रत्नादित्रिनिरया असंख्यवर्षतिर्यञ्चश्च । ત્રિવિધાઃ સીદ વેપમા: શેષા: II કર ......... ૨૪૬૮
ગાથાર્થ– વૈમાનિક દેવો, મનુષ્યો, રત્નપ્રભા વગેરે ત્રણ નરકના નારકો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો એ ચાર પ્રકારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org