________________
મિથ્યાત્વ અધિકાર
૨૭૩ બને તો બીજા સાધુના ઉત્કર્ષને જોઈ ન શકે. તેથી તેને પાછા પાડવાની હલકી પ્રવૃત્તિ કરે.)
કૃપણ ધન વગેરે ઘણું મળ્યું હોવા છતાં બીજાને આપવાનું મન ન થાય. સદુપયોગ કરવાનું મન ન થાય. આવો આત્મા સાધુ બને તો પણ પોતાના પાત્રા આદિ બીજાને ન આપે.
ભવાભિનંદી-સંસાર ઉપર બહુમાનવાળો હોય. (ભવાભિનંદી શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–ભવની=સંસારની અભિનંદી પ્રશંસા કરવાના સ્વભાવવાળો. અથવા ભવમાં=સંસારમાં અભિનંદી-આનંદ પામવાના સ્વભાવવાળો. ભવાભિનંદી જીવ સંસારમાં વિષયસુખ અનુભવી શકાતું હોવાથી સંસાર સારભૂત છે ઇત્યાદિ રીતે સંસારની પ્રશંસા કરે, તથા વિષયસુખોના કારણે તેને સંસારમાં બહુ જ આનંદ આવતો હોય.)
માની– અહંકારથી યુક્ત હોય. તેનામાં નમ્રતા દેખાય તો પણ પોતાનો સ્વાર્થ સાધવા બહારથી દેખાવની હોય, અંતરની નહિ.
નિષ્ફળ આરંભયુક્ત ફળ ન મળે તેવી પ્રવૃત્તિ કરનારો. (અહીં આધ્યાત્મિક ફળ સમજવું. તે વેપાર આદિમાં સફળ બને એવું બને. પણ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સફળ ન બને. સાધુધર્મની કે ગૃહસ્થ ધર્મની જે કોઈ પ્રવૃત્તિ કરે તે નિષ્ફળ બને. કારણ કે તે અતત્ત્વમાં અભિનિવેશવાળો હોય.) (૨૬) . अत्तुक्करिसं अत्तंमि, न धरई लोगुत्तरंमि पक्खवहो ।
पच्छाणुतावनिरओ, साणुक्कोसो य लोयगुणो ॥२७॥ • 'आत्मोत्कर्षमात्मनि न धारयति लोकोत्तरे पक्षवहः ।
પશાનતા પરિતો સાનુક્રોશ : | ર૭ |............. ૪૩ ' ગાથાર્થ(વેદ્યસંવેદ્યપદનાં લક્ષણોથી યુક્તજીવ) આત્મામાં સ્વોત્કર્ષને ધારણ ન કરે, લોકોત્તર ગુણોમાં પક્ષપાત ધારણ કરે, પશ્ચાત્તાપમાં તત્પર હોય, અર્થાત્ પાપનો પશ્ચાત્તાપ કરનારો હોય, દયાળુ અને જીવોનું હિત કરનારો હોય. (૨૭)
इच्चाइणेगपवयणगुणविहिनिरओ (प)नमणतल्लिच्छो। ।। વેળપત્રિકાનુત્તો, વિવરીમોડવેન્નાથનુત્તt i ર૮.
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org