________________
૧૭૮ -
- સંબોધ પ્રકરણ મચ્છરના આકારના અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે, માટે તેનું ભક્ષણ મહા હિંસારૂપ હોઈ અવશ્ય વર્જવું જ જોઇએ.
૬-૯. ચાર વિગઈઓ– દારૂ, માંસ, મધ અને માખણ એ ચાર વિગઈઓ અભક્ષ્ય છે. આ ચારે અતિવિકારના કારણ હોવાથી મહાવિગઇઓ કહેવાય છે. આ ચારેય મહાવિગઈઓનું વર્ણન પૂર્વની ગાથાઓમાં આવી ગયું છે.
૧૦. બરફ અસંખ્ય અકાય જીવોરૂપ હોવાથી બરફને પણ તજજ્વ જોઇએ. અતિ હીમ પડવાથી કુદરતી રીતિએ ઠરી જતા પાણીનો બરફ બને છે તે અને તંત્ર દ્વારા કૃત્રિમ તૈયાર થાય છે તે બંને અસંખ્યાત જીવમય હોવાથી અભક્ષ્ય છે. (આઇસ પાણી, આઈસ્ક્રીમ, સોડા વગેરે પદાર્થો કે જેમાં ત્રસ જીવોનો પણ સંભવ છે તે દરેક અભક્ષ્ય જાણવાં.)
૧૧. વિષ–દરેક જાતિનાં ઝેર, જેવાં કે–અફીણ, સોમલ, વચ્છનાગ વગેરે મંત્રાદિના યોગે તે માર્યા હોય (Gઝેરી શક્તિ નાશ કરી હોય) તો પણ તે પેટમાં જતાં જ અંદર રહેલા કૃમિ આદિ ત્રસ જીવોનો ઘાત કરે છે, વિશેષમાં અફીણાદિનો વ્યસની મરણકાળે પ્રાયઃ મહામૂઢતાને પામે છે. (=ભાન ગુમાવે છે), માટે ઝેરી પદાર્થો તજવા જોઇએ.
૧૨. કરા-વરસાદ વખતે કોઈ કોઈ વાર કરા પડે છે, તે અસંખ્યાતા અષ્કાય જીવોના સમૂહરૂપ હોવાથી વર્જનીય છે.
પ્રશ્ન- જો (બરફ, કરા વગેરે) અસંખ્યાત અષ્કાય જીવોરૂપ હોવાથી અભક્ષ્ય છે, તો પાણી પણ અસંખ્ય અપ્લાયમયછેજ, તે અભક્ષ્ય કેમ નહિ?
ઉત્તર- પાણી અસંખ્ય અષ્કાયમય હોવા છતાં તેના સિવાય જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી, માટે તેને અભક્ષ્ય કહ્યું નથી. છતાં હિંસાથી બચવા માટે તેમાં પણ વિવેક રાખવાની જરૂર તો છે જ. વિવેકી શ્રાવકોએ ઘી કરતાં પણ પાણીને વાપરતાં બહુ વિવેક રાખવો જોઈએ. કારણ વિના અને જેમ-તેમ ગમે તેટલું પાણી ઢોળવું-વાપરવું, એથી શ્રાવકધર્મનું રક્ષણ થતું નથી. જેટલાં શરીરસુખનાં સાધનો તેટલાં આત્માને મહાદુઃખનાં સાધનો છે. થોડું શારીરિક સુખ ભોગવવા માટે કરાતાં પાપોનું પરિણામ અન્ય ભવોમાં કેવું વિષમ ભોગવવું પડે છે,
Jain Education International
For Personal & Private Use Only
'www.jainelibrary.org