________________
૧૮૪
સંબોધ પ્રકરણ તેવાં જયતનાપૂર્વક વાપરવાં જોઈએ, નહિ તો ત્રસ જીવોની હિંસા વગેરે દોષો લાગે. ઉત્સર્ગ માર્ગે તો સવારે અને સાંજે રાત્રિની નજીકની (સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની) બબ્બે ઘડીઓ પણ ભોજનમાં તજવી જોઇએ. કહ્યું છે કે
अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । . निशाभोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ॥ १ ॥
(યોગાશાસ્ત્ર- v૦૩-૬૩) “રાત્રિભોજનના દોષોને જાણતો જે આત્મા દિવસના પ્રારંભમાં તથા અંતે બબ્બે ઘડી છોડીને ભોજન કરે છે, અર્થાત્ તે બબ્બે ઘડીઓને રાત્રી બરાબર સમજી તે સમયે ભોજન કરતો નથી, તે આત્મા પુણ્યવંત છે.”
એ પ્રમાણે રાત્રિભોજનનાં અનેક મહાપાપો સમજીને હિતાર્થીએ તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
૧૫. બહુબીજ– જે ફળોમાં બીજો વધારે હોય તે બહુબીજ કહેવાય. પંપોટા અને ખસખસ વગેરેમાં વચ્ચે અંતરપટ વિના ઘણાં બીજો ભેગાં હોય છે અને તે દરેક બીજોના જીવોનો નાશ થવાનો સંભવ હોવાથી બહુબીજ ફળોને અભક્ષ્ય કહ્યાં છે. દાડિમ કે ટિંડોરાં (એક જાતિનું શાક) વગેરેમાં બીજો ઘણાં હોવા છતાં તેમાં આંતરે આંતરે પડ હોય છે તેથી પરસ્પર સ્પર્શરહિત હોય છે, માટે તેને બહુબીજ માનેલાં નથી.
'૧૭. સંઘાન– બોળ અથાણાં, કે જે અનેક ત્રસ જીવોની ઉત્પત્તિમાં હેતુ છે, તેવાં લીંબુ, બીલુ, (મરચાં, કેરી, કેરા, ગુંદાં, કાકડી, લીલાં મરી) વગેરે સઘળાંને અભક્ષ્ય સમજી વર્જવાં જોઈએ. અથાણાં વ્યવહારથી ત્રણ દિન ઉપરાંત અભક્ષ્ય થાય છે–એમ કહ્યું છે. યોગશાસ્ત્ર, પ્ર૦-૩-શ્લોક-૭રની ટીકામાં કહ્યું છે કે–કેરી વગેરેનું અથાણું જો જીવથી સંસક્ત બને તો શ્રીજિનકથિત-ધર્મપરાયણ-દયાળુ શ્રાવક તેને ખાવાનું છોડી દે.
૧. ૭૮-૭૯મી મૂળગાથામાં ૨૨ અભક્ષ્યોનો જે ક્રમ છે તે ક્રમમાં અહીંથી ફેરફાર છે. અહીંથી
નીચેના ક્રમથી વર્ણન છે–૧૭. સંઘાન, ૧૯. વેંગણ, ૨૦. અજાણ્યાં ફળો, ૨૧. તુચ્છ
ફળો, ૧૮. ધોલવડા (=દ્વિદળ), ૧૬. અનંતકાય, ૨૨. ચલિતરસ. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org