________________
૨૧૦ -
સંબોધ પ્રકરણ શપ્યાદિ દોષ લાગે. એ જ રીતે અંડિલ અંગે પણ સમજવું. સ્પંડિલ એટલે ઝાડો-પેશાબ કરવાની ભૂમિ. સમ્યગુ અનનુપાલન–આહારપૌષધ આદિ ચાર પૌષધનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાલન ન કરવું. તે આ પ્રમાણે– પૌષધ લીધા પછી અસ્થિર ચિત્તવાળો બનીને આહારમાં દેશથી કે સર્વથી આહારની અભિલાષા કરે, પૌષધના બીજા દિવસે પોતાનો આદર કરાવે, શરીરસત્કારમાં શરીરે તેલ વગેરે ચોળે, દાઢી, મસ્તક અને રૂંવાટાઓના વાળને સૌંદર્યની અભિલાષાથી વ્યવસ્થિત રાખે, દાહ થતાં શરીરે પાણી નાખે, બ્રહ્મચર્યમાં આ લોક અને પરલોકના ભોગોની માગણી કરે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોની અભિલાષા રાખે, બ્રહ્મચર્ય પૌષધ ક્યારે પૂર્ણ થશે એવી આતુરતા રાખે, બ્રહ્મચર્ય વડે અમે ભોગોથી વંચિત કરાયા એ પ્રમાણે વિચારે. અવ્યાપાર પૌષધમાં સાવઘ કાર્યો કરે, મેં અમુક અનુષ્ઠાન કર્યું કે નહિ એ પ્રમાણે ભૂલી જાય. (૧૩૫)
अतिही लोइयपव्वतिहि-वज्जओ भोयणमि वेलाए। . संपत्तो गुणजुत्तो, साहू वा सडओ भणिओ ॥१३६ ॥ अतिथिलौकिकपर्वतिथिवर्जको भोजने वेलायाम् । સંપ્રાણો શુળયુ: સાધુવં શ્રાદ્ધો પળતઃ II રૂદ I ....૨૨૧૬ तस्स य जो संभागो, निरवज्जाहारवत्थपत्तवत्थूणं । सो अइहिसंविभागो, विण्णेयो निच्चकरणिज्जो ॥१३७॥ तस्य च यः संभागो निरवद्याहारवस्त्रपात्रवस्तूनाम् । સોતિથિવિભાગો વિશેયો નિત્યરળીય: II રૂ૭ || રર૧૭ ગાથાર્થ– જે લૌકિક પર્વતિથિનો ત્યાગી છે, ભોજન સમયે આવ્યો છે, તે ગુણયુક્ત સાધુ કે શ્રાવકને અતિથિ કહ્યો છે. તેનો નિર્દોષ આહારવસ્ત્ર-પાત્ર-વસ્તુઓનો જે સમ્યફ ભાગ તે અતિથિ સંવિભાગ જાણવો, અર્થાત સાધુઓને અને શ્રાવકોને ભક્તિથી નિર્દોષ આહારાદિનું દાન કરવું તે અતિથિસંવિભાગ છે. અતિથિસંવિભાગ નિત્ય કરવો જોઈએ. (૧૩૬-૧૩૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org