________________
શ્રાવક વ્રત અધિકાર
૧૭૧ વિશેષાર્થ– ઉપભોગ શબ્દમાં ઉપ અને ભોગ એમ બે પદો છે. તેમાં ઉપ એટલે એકવાર. જે વસ્તુ એક જ વાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. અહીં જણાવેલ વિગઈઓ વગેરે એક જ વાર ભોગવી શકાય છે. માટે તે ઉપભોગ છે. પરિભોગ શબ્દમાં પરિ અને ભોગ એમ બે પદો છે. તેમાં જે વસ્તુ અનેકવાર (=વારંવાર) ભોગવી શકાય તે પરિભોગ કહેવાય. અહીં જણાવેલ વસ્ત્ર વગેરે અનેકવાર ભોગવી શકાય છે માટે તે પરિભોગ છે. (૬૫). भोयणओ कम्माओ, दुविहं उवभोगपरियभोगेहि। वाणिज्जं सामण्णं, विण्णेयं तिविहमईयारे॥६६॥ भोजनतः कर्मतो द्विविधमुपभोगपरिभोगैः । વાણિચં સામાન્ય વિશેય ત્રિવિધમતિવારે I ૬૬ ......................૨૨૮૬ ગાથાર્થ– ઉપભોગ-પરિભોગ ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારનું છે. અતિચારને આશ્રયીને સામાન્યથી વાણિજ્ય (Gધંધો) ત્રણ પ્રકારનું જાણવું.
વિશેષાર્થ– પાંચ કર્મ, પાંચ વાણિજ્ય અને પાંચ સામાન્ય એમ સામાન્યથી ત્રણ પ્રકારનું વાણિજ્ય છે. વિશેષથી તો પંદર પ્રકારનું છે. (૬૬)
મધું તુuદં, ત્રિા તહરિપબિદ્ધ तुच्छोसहिभक्खणयं, दोसा उवभोगपरिभोगे॥६७ ॥ अपक्वं दुष्पक्वं सचित्तं तथा सचित्तप्रतिबद्धम् । તુછીષધમફળવંતોષા સપોપરિમોને I ૬૭ | ........... ૨૨૮૭ ગાથાર્થ– ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં સચિત્ત આહાર, સચિત્તસંબદ્ધ આહાર, અપક્વ આહાર, દુષ્પક્વ આહાર અને તુચ્છૌષધિ એ પાંચનું ભક્ષણ કરવું તે પાંચ અતિચારો છે.
વિશેષાર્થ– ૧. સચિત્તઆહાર– સચિત્ત એટલે જીવસહિત. કંદ, ફળ વગેરે સચિત્ત વસ્તુ વાપરવાથી અતિચાર લાગે.
પ્રશ્ન- સચિત્તયાગી સચિત્ત આહાર કરે તો નિયમભંગ જ થાય. તો અહીં તેને અતિચાર કેમ કહ્યો ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org