________________
૧૭૪ -
સંબોધ પ્રકરણ सइवेलं खलु भोगोऽसणपुप्फाईणमसइमुवभोगो। भोगुवभोगं दुविहा, संकप्पारंभओ अहवा ॥६८ ॥ सकृद्वेलां खलु भोगोऽशन-पुष्पादीनामसकृदुपभोगः । પોngો િિવધા: સંન્યારા ગામથવા II ૬૮ | ~ ૨૨૮૮ ગાથાર્થ– (સાતમા વ્રતના ભોગપભોગ પરિમાણ અને ઉપભોગ પરિમાણ એવા બે નામ છે. તેમાં ઉપભોગ-પરિભોગનો અર્થ ૬૫મી (સળંગ ગાથા-૧૧૮૫) ગાથામાં જણાવ્યો છે. આ ગાથામાં ભોગઉપભોગનો અર્થ જણાવે છે–) જે એકવાર ભોગવી શકાય તે આહાર અને પુષ્પ વગેરે ભોગ છે. જે અનેકવાર ભોગવી શકાય તે (વસ્ત્ર વગેરે) ઉપભોગ છે. આમ સાતમું વ્રત ભોગ-ઉપભોગને આશ્રયીને બે પ્રકારે છે અથવા સંકલ્પ અને આરંભને આશ્રયીને બે પ્રકારે છે. (ભોગ-ઉપભોગનો મનમાં સંકલ્પ-વિચાર કરવો તે સંકલ્પ ભોગોપભોગ છે. ભોગપભોગ માટે આરંભ-સમારંભ કરવો તે આરંભરૂપ ભોગોપભોગ છે.) (૬૮)
सइमसई कम्मगओ, आयाणं सव्वहा परिच्चाओ। वाणिज्जं ववहारे, सामण्णं सव्वसंगाओ॥६९॥ सकृदसकृत् कर्मगत आदानं सर्वथा परित्यागः ।। વાળં વ્યવહાર શ્રીમળ્યું સર્વસત્ II ૬૬ I ... - ૨૨૮. - ગાથાર્થ– કર્મસંબંધી, વાણિજ્ય અને સામાન્ય એ ત્રણ પ્રકારના કર્માદાન રૂપ વ્યાપારનો સર્વસંબંધથી એકવાર કે અનેકવાર સર્વથા ત્યાગ કરવો, અર્થાત્ એકવાર પણ ન કરવો. સર્વસંગનો ત્યાગ કરવાથી સંયમ પ્રાપ્ત થાય છે. (૬૯) निखज्जाहारेण, निज्जीवेणं परित्तमीसेणं।
अत्ताणुसंधणपरा, सुसावगा एरिसा हुंति ॥७० ॥ निरवद्याहारेण निर्जीवेन प्रत्येकमिश्रेण । आत्मानुसन्धानपराः सुश्रावका एतादृशा भवन्ति ॥ ७० ॥ . ૨૨૬૦ ગાથાર્થ– આત્મચિંતનમાં તત્પર શ્રાવકો એવા હોય છે કે જેઓ નિરવદ્ય નિર્જીવથી અને તેમ ન બને તો અનંતકાયાદિનો ત્યાગ કરી માત્ર પ્રત્યેક (સજીવ કે) મિશ્ર પદાર્થોથી આજીવિકાનો નિર્વાહ કરે. (૭૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org