________________
૧૦૬:
- સંબોધ પ્રકરણ (બહારગામ જવાનું થાય ત્યારે છૂટ) વગેરે રીતે વિભાગ કરે. જ્ઞાયક ચતુર્ભગીમાં યોગ્યભાંગાથી પ્રત્યાખ્યાન કરે. મૃત્યુત્તધનનો ત્યાગ કરે.
વિશેષાર્થ- અહીં જાણકાર જાણકારની પાસે પ્રત્યાખ્યાન લે એ વિધિમાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે–(૧) જાણકાર જાણકારની પાસે લે. (૨) અજાણકાર જાણકારની પાસે લે. (૩) જાણકાર અજાણકારની પાસે લે. (૪) અજાણકાર અજાણકારની પાસે લે. આ ચાર ભાંગાઓમાં પહેલો ભાંગો બિલકુલ શુદ્ધ છે, ચોથો ભાંગો બિલકુલ અશુદ્ધ છે, બીજો અને ત્રીજો એ બે ભાંગા શુદ્ધાશુદ્ધ છે, અર્થાત્ અમુક રીતે શુદ્ધ છે, અમુક રીતે અશુદ્ધ છે.
બીજો-ત્રીજો ભાંગો કઇ રીતે શુદ્ધ છે તેનું સ્પષ્ટીકરણ-જાણકાર ગુરુ અજાણકારને સામાન્યથી સમજ આપીને પ્રત્યાખ્યાન કરાવે તો શુદ્ધ છે, અર્થાત્ બિલકુલ અસમજદારને જે પ્રત્યાખ્યાન કરાવવું હોય તે પ્રત્યાખ્યાન ક્યારે આવે અને તેમાં કઈ વસ્તુ કહ્યું કઈ વસ્તુ ન કલ્પ વગેરે સામાન્યથી સમજાવીને જાણકાર ગુરુ પ્રત્યાખ્યાન આપે તો તે શુદ્ધ છે. પણ જો બિલકુલ અસમજદારને સામાન્યથી પણ સમજાવ્યા વિના આપે તો તે અશુદ્ધ છે. ત્રીજા ભાંગામાં ગુરુ આદિના (સંસારીપણે) મોટા ભાઈ આદિ સાધુ, કે જે પ્રત્યાખ્યાનના સ્વરૂપથી અજાણ છે, તેની પાસે જાણકાર સાધુ વગેરે વિનય-પાલન આદિ પુષ્ટ કારણે પ્રત્યાખ્યાન લે તો શુદ્ધ છે, કારણ વિના લે તો અશુદ્ધ છે.
ઋત્યન્તર્ધાન-મૃત્યન્તર્ધાન એટલે ભૂલી જવું. લીધેલા પચ્ચકખાણને ભૂલી જવું. મૃત્યન્તર્ધાનનો ત્યાગ કરે એનો અર્થ એ થયો કે લીધેલા પચ્ચકખાણને યાદ રાખે. માત્ર પચ્ચકખાણને યાદ રાખે એમ નહિ, કિંતુ પચ્ચકખાણ જે રીતે લીધું હોય તે રીતે યાદ રાખે. સ્મૃતિ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. જે પચ્ચકખાણ યાદ જ ન હોય તેનું પાલન શી રીતે થાય? માટે લીધેલા પચ્ચકખાણને ભૂલે નહિ. (૭૧)
सइ एयंमि गुणेहि, संजाए भावसावगत्तमि । तस्स पुण लक्खणाई, एयाई भणंति गीयत्था ॥७२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org