________________
૧૫૦
સંબોધ પ્રકરણ सामी जीवादत्तं, तित्थयरेणं तहेव य गुरुहिं। एवमदत्तसरूवं, परूवियं आगमधरेहिं ॥२६॥ स्वामि-जीवादत्तं तीर्थङ्करेण तथैव च गुरुभिः। . પર્વમત્તસ્વરૂપે પ્રતિમા મધર II ર૬
૨૨૪૬ ગાથાર્થ–સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર પ્રકારે અદત્તનું સ્વરૂપ આગમધર પુરુષોએ જણાવ્યું છે.
વિશેષાર્થ-તેમાં ૧. સોનું, વસ્ત્ર, પાત્ર વગેરે કોઈ વસ્તુ તેના સ્વામીએ (માલિકે) ન આપવા છતાં લેવી, તે “સ્વામી અદત્ત” કહેવાય છે. ૨. સચિત્ત ફળ, ફૂલ, અનાજ વગેરે સજીવ પદાર્થો–જે તેમાં રહેલા વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવોનાં શરીરરૂપ છે, તે ફળાદિને તેનો બાહ્યમાલિક (અથવા બીજો કોઈ પણ) કાપે, છેદે, શેકે કે ખાય, વગેરેથી તેનો નાશ કરે, ત્યારે તેનો સાચો માલિક જીવ, કે જેનું તે શરીર છે, તેની એ રીતિએ નાશ કરવા સંમતિ હોતી નથી, માટે તે અદત્ત ગણાય છે–એ પ્રમાણે જે કોઈ વસ્તુ જીવના શરીરરૂપ હોય, તેને તે જીવની રજા વિના કાપવી, છેદવી, શેકવી, ખાવી વગેરે “જીવઅદત્તકહેવાય છે. કારણ કે– વ્યવહારમાં માલિક મનાતા મનુષ્ય વગેરેને ફળાદિના તે તે જીવો તે ફળાદિ પોતાનાં શરીરોનો નાશ કરવા સંમત હોતા નથી. ૩. ગૃહસ્થ સાધુને વહેરાવેલાં અચિત્ત પણ આધાકર્મીકાદિ દોષિત આહાર વગેરે કે જેને લેવાનો શ્રી તીર્થકર દેવોએ સાધુઓને ઉત્સર્ગ માર્ગે) નિષેધ કરેલો છે, આવું તીર્થકરની આજ્ઞા વિરુદ્ધ જે લેવામાં આવે તે “તીર્થકર અદત્ત કહેવાય છે. તે મુજબ ગૃહસ્થને પણ અચિત્ત છતાં અનંતકાય, અભક્ષ્ય વગેરે પદાર્થો ભોગવવાની શ્રી તીર્થકર દેવોની આજ્ઞા નથી, છતાં તેનો ઉપયોગ કરે, તો ગૃહસ્થને પણ તીર્થકર અદત્ત મનાય છે. ૪. ઉપરના બધા દોષોથી રહિત જે વસ્તુ શુદ્ધ-કથ્ય હોય, તે પણ સાધુ પોતે જેની નિશ્રામાં હોય તે ગુવદિને નિમંત્રણ કર્યા વિના, બતાવ્યા વિના કે તેઓની સંમતિ વિના વાપરે, તો તેને ‘ગુરુઅદત્ત' કહેવાય છે. એ ચારેય અદત્તો જે જે વસ્તુમાં જેટલાં ઘટે તેટલાં સ્વયમેવ વિચારવાં. (૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org