________________
શ્રાવક વ્રત અધિકાર
બગલ, છાતી, નાભિ અને મુખ વગેરે અનંગોમાં તેવી ક્રીડા=વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા છે. અથવા (અનંગ એટલે કામ=વિષયવાસના. કામની ક્રીડા તે અનંગક્રીડા.) સંભોગની ક્રિયા પૂર્ણ થવા છતાં તીવ્ર કામાભિલાષાના કારણે ચામડી વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા સ્થાલક વગેરે કૃત્રિમ સાધનોથી સ્ત્રીના યોનિપ્રદેશને સેવે તે અનંગક્રીડા.
૪. પરવિવાહકરણ— કન્યાદાનનું ફળ મેળવવાની ઇચ્છાથી કે સ્નેહના સંબંધથી બીજાઓના સંતાનોનો વિવાહ કરવો તે પરવિવાહકરણ. શ્રાવક માટે તો પોતાના સંતાનોમાં પણ આટલાથી વધારે સંતાનોનો વિવાહ નહિ કરું એમ સંખ્યાનો અભિગ્રહ કરવો એ વ્યાજબી છે.
૧૫૭
૫. કામભોગતીવ્રાભિલાષ– શબ્દ અને રૂપ કામ છે. ગંધ, રસ અને સ્પર્શ ભોગ છે. કામભોગોમાં તીવ્રાભિલાષ=અત્યંત કામ-ભોગના અધ્યવસાયવાળા બનવું તે કામભોગતીવ્રાભિલાષ. આ દોષોને આચરતો જીવ ચોથા વ્રતને દૂષિત કરે છે. (૩૭)
दुविहं दिव्वमुरालं, करणकारणाणुमइतिभेयजुयं । मणवयणकायगुणियं, नवहाद्वारसविहं मिलियं ॥ ३८ ॥ द्विविधं दिव्यमुदारं करण-कारणा-ऽनुमतित्रिभेदयुतम् । મનો-વચન-ાયમુળિત નવધાઽાવવિધ મિનિતમ્ ॥ ૨૮ ।।.... ૧૯૮ ગાથાર્થ— અબ્રહ્મ વૈક્રિય અને ઔદારિક એમ બે પ્રકારનું છે. તેમાં એક પ્રકારને કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ ભેદ સહિત મન-વચનકાયાથી ગુણતાં નવભેદ થાય. બંને પ્રકારના મળીને અઢાર પ્રકાર થાય. એથી અબ્રહ્મ અઢાર પ્રકારનું છે. (૩૮)
छन्नंगदंसणे फासणे य गोमुत्तगहणकुस्सुमिणे । जयणा सव्वत्थ करे, इंदिय अवलोयणे य तहा ॥ ३९॥
छन्नाङ्गदर्शने स्पर्शने च गौमूत्रग्रहणकुस्वप्ने ।
.............??
यतना सर्वत्र कुर्यादिन्द्रियावलोकने च तथा ॥ ३९ ॥ ગાથાર્થ સ્ત્રીના ગુપ્ત અંગોના દર્શનમાં અને સ્પર્શમાં, ગૌમૂત્રગ્રહણ કરવામાં, કુસ્વપ્ર (વગેરેમાં) તથા સ્ત્રીની ઇંદ્રિયોનું નિરીક્ષણ એ બધા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org