________________
શ્રાવક વ્રત અધિકાર
૧૬૩ ૪. દ્વિપદ-ચતુષ્પદ પરિમાણાતિક્રમ-પુત્ર વગેરે દ્વિપદના અને ગાય વગેરે ચતુષ્પદના પરિમાણનું કારણથી (=ગર્ભાધાનથી) ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે-કોઈ બાર માસ વગેરે સમય સુધી દ્વિપદ-ચતુષ્પદનું પરિમાણ કરે. હવે બાર માસ વગેરે કાળમાં કોઈનો જન્મ થાય તો પરિમાણથી સંખ્યા વધી જાય. આથી અમુક સમય ગયા બાદ ગાય વગેરેને ગર્ભાધાન કરાવે. જેથી ૧૨ માસ વગેરે સમય પછી જન્મ થાય. આમ કરવાથી દ્વિપદ-ચતુષ્પદ પરિમાણાતિક્રમ અતિચાર લાગે.
૫. કુષ્ય પરિમાણતિક્રમ- કુખ્ય એટલે ઘરમાં ઉપયોગી ગાદલાં, ગોદડા, થાળી, વાટકા, કથરોટ, કબાટવગેરે સામગ્રી, કુષ્યના પરિમાણનું ભાવથી ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે. અહીં ભાવ એટલે વસ્તુનું અર્થિપણું, અર્થાત્ વસ્તુની ઇચ્છા. કુષ્યના પરિમાણનું બાર માસ વગેરે કાળ સુધી નિયમ કર્યા પછી કબાટવગેરે કોઈ આપે અગર તો પોતાને જરૂર પડે તો બીજાને કહી દે કે અમુક સમય પછી હું એ વસ્તુ લઈશ. આથી એ વસ્તુ તમારે બીજા કોઈને આપવી નહિ. આમ બીજાને નહિ આપવાની શરતે રાખી મૂકે. આમ કરવાથી કુપ્ય પરિમાણીતિક્રમ અતિચાર લાગે.
મારું આ અવધિ કરેલા કાળ પછી જ પરિગ્રહનો વિષય બનશે, અર્થાત્ અવધિ કરેલા કાળ પછી જ આ મારી માલિકીનું થશે, એવા અધ્યવસાયથી આ પ્રદાન (કબાટ વગેરે કોઈ આપે) વગેરે બધુંય પરિમાણની અવધિ કરેલા ચાર માસ વગેરે કાળ પૂર્ણ થયા પહેલાં જ કરે છે. આમ કરવામાં બાહ્ય દષ્ટિએ સંખ્યામાં વધારો થયો નથી, પણ પરમાર્થથી નિયમથી વધારે લેવાના ભાવ=પરિણામ થયા હોવાથી સંખ્યાનો વધારો થયો છે. આથી અતિચાર લાગે.)
પ્રશ્ન- પરિગ્રહના નવ પ્રકાર હોવાથી અતિચાર નવ થાય, જ્યારે અહીં પાંચ જ કહ્યાં છે તેનું શું કારણ?
ઉત્તર-સમાન જાંતિવાળા હોવાથી ચારભેદોનો પાંચભેદોમાં સમાવેશ થઈ ગયો છે. તથા શિષ્ય હિત માટે પ્રાયઃ બધા સ્થળે મધ્યમ પદ્ધતિથી જ - વિવક્ષા કરી હોવાથી બધા વ્રતોમાં અતિચારોની પાંચ સંખ્યા જ ગણી છે. આથી અતિચારોની ચાર કે છ સંખ્યા નહિ ગણવી એ યુક્તિયુક્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org