________________
શ્રાવક વ્રત અધિકાર
૧૩૭ ગાથાર્થ– બે ઇંદ્રિય, તે ઇંદ્રિય અને ચઉરિદ્રિય જીવો પ્રાણ જાણવા, અર્થાત્ તેમની પ્રાણ' એવી સંજ્ઞા છે. પ્રત્યેક વનસ્પતિકાય જીવો “ભૂત જાણવા. સર્વ પંચંદ્રિયો જીવ’ જાણવા. બાકીના સ્થાવરો (પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચ) સત્ત્વ જાણવા. (૩). सुहुमा सव्वत्थ ठिया, अहवा णो चम्मचक्खुणो गिज्झा। थूला तसावि दुविहा, चक्खुगिज्झा अगिज्झा य ॥४॥ सूक्ष्माः सर्वत्र स्थिता अथवा न चर्मचक्षुषो ग्राह्याः।। ધૂતાર ત્રણા પ વિધા: વધુઝાહ્યા છાશ II II ૨૨૨૪ ગાથાર્થ– સ્થાવર જીવોના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. તેમાં સૂક્ષ્મ જીવો સર્વસ્થળે રહેલા છે અને ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી=દેખી શકાય તેવા નથી. સ્થૂલ ત્રસ જીવો પણ ચક્ષુથી ગ્રાહ્ય અને ચક્ષુથી અગ્રાહ્ય એમ બે પ્રકારે છે. (વાસી ભોજન વગેરેમાં ઉત્પન્ન થતા ત્રસ જીવો ચક્ષુથી અગ્રાહ્ય છે. કૃમિ વગેરે ચક્ષુથી ગ્રાહ્ય છે.) (૪) : वहबंधछविच्छेए, अइभारे भत्तपाणरोहे य ।
पढमाणुव्वयंमि य अइयारा पंच विण्णेया ॥५॥ वध-बन्ध-छविच्छेदा अतिभारो भक्तपानरोधश्च । પ્રથમાપુને વાતિવા પન્ન વિશેયાઃ II .... ગાથાર્થ પહેલા અણુવ્રતમાં વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાનરોધ એ પાંચ અતિચારો જાણવા.
વિશેષાર્થ-સ્થૂલ પ્રાણિવધનો ત્યાગ કરનાર શ્રાવક ક્રોધ, લોભ આદિ દુષ્ટભાવથી બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાનવિચ્છેદ ન કરે. આ દોષોને આચરનારો જીવ પહેલા અણુવ્રતને દૂષિત કરે છે. બંધ - એટલે દોરડા આદિથી બાંધવું. વધ એટલે ચાબુક આદિથી મારવું.
છવિચ્છેદ એટલે કરવત આદિથી હાથ વગેરે અંગોનો છેદ કરવો=અંગોને કાપવા. અતિભાર એટલે પશુ વગેરે પાસે તેની શક્તિથી અધિક સોપારી ૧. અહીં હિંગ એ સ્થળે રહેલ “આદિ શબ્દથી સ્થાવર જીવોના જ ભેદો સમજવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org