________________
૧૪૬
સંબોધ પ્રકરણ
कन्याग्रहणं द्विपदानां सूचकं चतुष्पदानां गोवचनम्। પિતાનાં સગાં થાળાં પૂમવાને તુ . ૨૮ .. ૨૨૮ ગાથાર્થ– અહીં કન્યા’ શબ્દને ગ્રહણ કર્યો છે તે સર્વ દ્વિપદનો સૂચક છે. “ગો’ શબ્દ સઘળાં ચતુષ્પદોનો સૂચક છે અને ‘ભૂમિ’ શબ્દ સઘળા અપદ પદાર્થોનો સૂચક છે.
વિશેષાર્થ– પ્રશ્ન- જો ઉપર જણાવ્યા પ્રમાણે કન્યા શબ્દથી સઘળાં . દ્વિપદ, ગો શબ્દથી સઘળાં ચતુષ્પદ અને ભૂમિ શબ્દથી બધાં અપદને ગ્રહણ કરવાનું કહ્યું, તો તે કન્યાદિ શબ્દોને બદલે “દ્વિપદ અલીક, ચતુષ્પદ અલીક કે અપદ અલીક એવાં નામો કેમ ન રાખ્યાં ?
ઉત્તર પ્રશ્ન વ્યાજબી છે, છતાં બધાં દ્વિપદોમાં કન્યાને અંગે, ચાર પગવાળામાં ગાયને અંગે અને સઘળી અપદ વસ્તુઓમાં ભૂમિને અંગે અસત્ય બોલવું, તે લોકોમાં અતિ નિંદનીય (અતિ દુષ્ટ) તરીકે પ્રસિદ્ધ છે, માટે તેની અતિ દુષ્ટતા સમજી વિશેષતયા વર્જવાં જોઈએ; એમ સમજાવવા દ્વિપદ' વગેરેને બદલે “કન્યા' વગેરે નામો રાખ્યાં છે. કન્યાદિને અંગે એમ અસત્ય બોલવાથી બોલનારને ભોગાંતરાય (કર્મનો બંધ) થાય છે, કેષવૃદ્ધિ થાય છે, વગેરે તેના અનેક માઠાં (દુષ્ટ) ફળો જગતમાં પણ પ્રસિદ્ધ છે. શ્રી આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં પણ જણાવ્યું છે 3-"मुसावाए के दोसा ? अकधंते के गुणा ? तत्थ दोषा कण्णगं चेव अकण्णगं भणंतो भोगांतरायदोसा य, दुट्ठा वा आतघातं करेज्ज જાવેજ્ઞ વા, પર્વ | માવ્યા રૂત્યારા"(પષ્યવહાવ૦) અર્થાતુ-“અસત્ય બોલવામાં કયા દોષો છે? અને નહિ બોલવામાં કયા ગુણો છે ? તેના ઉત્તરમાં દોષો “કન્યાને અકન્યા (વ્યભિચારિણી) કહેવાથી બોલનારને ભોગાંતરાય બંધાય છે, દ્વેષ થાય છે અગર કન્યા દુષ્ટ હોય તો આપઘાત કરે કે કરાવે વગેરે (ઘણાં દુષ્ટ ફળો આવે છે). એમ બાકીનાં અસત્યોમાં પણ સમજવું.” ઇત્યાદિ. (૧૮)
सहसाकलंकणं १ रहसदूसणं २ सदारमंतभेयं च ३ । तह कूडलेहकरणं ४, मुसोवएसो ५ मुसादोसा ॥१९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org