________________
શ્રાવક વ્રત અધિકાર
૧૪૫
ભૂમિ અંગે જ નહિ, પણ ઉપલક્ષણથી) દ્વિપદ-ચતુષ્પદ સિવાયની અપદ વસ્તુઓ વસ્ત્ર-પાત્ર-વૃક્ષ-ધન-માલ-મિલ્કત વગેરે સર્વ અંગે સમજવું. અર્થાત-દ્વિપદ-ચતુષ્પદ સિવાયના કોઈ પણ પદાર્થ અંગે તેનાં સ્વરૂપથી વિપરીત સારું-ખોટું કે પોતાનું યા પારકું જે જેવું હોય તેથી વિપરીત જણાવવું, તે બધું ભૂમિઅલીક મનાય, એમ સમજવું.
૪. ન્યાસાપહાર- ન્યાસ એટલે રક્ષા માટે બીજાએ સોપેલી (વસ્તુસોનું વગેરે) થાપણ. તેને અંગે અસત્ય બોલવું, જેમ કે—મારે ત્યાં તે કોઈ થાપણ મૂકી જ નથી, અગર મૂકી હોય વધારે અને કહેવું કે–આટલી જ મૂકી છે, અગર અમુક વસ્તુ મૂકી હોય તેને બદલીને કહેવું કે તે આ વસ્તુ નહીં પણ આ વસ્તુ મને સોંપી ગયો છે, વગેરે થાપણ સંબંધી અપલાપ કરવો, તે “ન્યાસાપહાર' કહેવાય છે. પૂર્વના ત્રણ અસત્યથી આને ભિન્ન કહેવાનું કારણ એ છે કે–આમાં “બીજાએ વિશ્વાસથી સોંપેલી થાપણને અંગે અસત્ય બોલાય છે. વસ્તુતઃ તે અસત્ય છતાં વિશ્વાસઘાતરૂપ એક ચોરીનો પ્રકાર છે, છતાં એ ચોરી જુઠું બોલીને કરાતી હોવાથી એમાં અસત્ય વચનની મુખ્યતા માનીને મૃષાવાદમાં ગણેલ છે. , ૫. ફૂટસાક્ય લેવડ-દેવડ વગેરેમાં બીજાએ પ્રમાણિક માનીને વિશ્વાસથી સાક્ષી રાખેલો હોય, તે છતાં પોતે લાંચ રુશ્વત, દ્વેષ આદિને વિશ થઈ જુઠી સાક્ષી ભરે. આ જુદી સાક્ષીનું વચન બીજાનાં પાપનું પોષણ કરવારૂપ મૃષાવાદ હોવાથી ઉપરનાં ચારથી તેને ભિન્ન ગણાવ્યું છે.
અહીં તાત્પર્ય એ છે કે-ક્રોધ, માન, માયા, લોભ, કામરાગ, સ્નેહરાગ, • દષ્ટિરાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજ્જા, ક્રીડા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું, વિષાદ વગેરે કોઈ દુષ્ટ આશયથી બોલાય તે સઘળું અસત્ય છે; કારણ કે દુષ્ટ આશયથી બોલાતું સત્ય વચન પણ અન્યને નુકશાન માટે થતું હોવાથી અસત્ય માન્યું છે. તત્ત્વથી સંતો (સદાચારીઓ)ને હિત કરે તે સત્ય' એવો અર્થ કહેલો છે. એટલે અર્થપત્તિથી સિદ્ધ થયું કે
બીજાને પીડા થાય તેવું સત્ય વચન પણ અસત્ય જ છે. (૧૭) ... कन्नागहणं दुपयाणं सूयगं.चउपयाण गोवयणं ।
अपयाणं सव्वाणं, दव्वाणं भूमिवयणंतु ॥१८॥.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org